Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

જામજોધપુરના રાણીયારા નેશમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડોઃ ૧૮૩૦ લીટર આથો સહીતનો મુદામાલ જપ્તઃ આરોપી ફરાર

જામનગર-જામજોધપુર, તા.૧૩: જામજોધપુર તાલુકાના રાણીયારા નેશમાથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે જયાંથી ૧૮૩૦ લીટર આથો તેમજ દારૂ બનાવવાના સાધનો મળી કુલ ૬૫૬૦ નો મુદામાલ જામનગર એલસીબીએ જપ્ત કર્યો છે જોકે ભઠ્ઠી ચલાવનારા ફરાર થઇ ગયા હતા.

જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચના તથા એલ.સી.બી, પીઆઇ આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફએ જામજોધપુર તાલુકા વિસ્તારમાં પ્રોહી, જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતા.

એલ.સી.બીના કમલેશભાઇ રબારી તથા મિતેશભાઈ કે.પટેલને બાતમી મળેલ કે જામજોધપુર તાલુકાના રાણી યારા નેશમાં રહેતા કારા ગાંગા મોરી, તથા ભીખા અમારા હુણ રબારી રાણીયા નેશના ડુંગરામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે તે બાતમીના આધારે રેઈડ કરી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૮૩૦ અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ ૬૫૬૦નો મુદામાલ મળી આવતા મજકુર બને રેઇડ દરમિયાન અંશી જતા આરોપીઓ વિરૂધ્ધ પો;કોન્સ, નિર્મળસિંહ બી, જાડેજાની ફરીયાદ આધારે એ,એસ. આઈ.વશરામણાઈ જી, આહીર એ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરી શરૂ કરેલ છે.

આ કાર્યવાહી પો,ઇન્સ, એ,આર, ડોડીયાની સૂચનાથી પીએસઆઇ વી.વી.વાગડીયા કે.કે.ગોહીલ તથા એલ સી,બી, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ આહીર, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, કમલેશભાઈ રબારી, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઈ પટેલ, નિર્મલસિંહ એસ, જાડેજાબલવંતસિંહ પરમાર, લક્ષ્મણભાઇ ભાટીયા, દિનેશભાઇ ગોહિલ,સુરેશભાઈ માલકિયા.એ,બી.જાડેજા,અરવિંદગિરી સહિતના જોડાયા હતા.(૨૩.૨)

(11:52 am IST)
  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST

  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST