Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રાજકોટ - સુરેન્દ્રનગર - ભાવનગરમાં નવી જીઆઇડીસી

રાજ્યમાં ૯ નવી જીઆઇડીસી માટે ૧ હજાર હેકટર જમીન ફાળવ્યાની જાહેરાત કરતા કૌશિક પટેલ

રાજકોટ તા. ૧૩ : ગુજરાતમાં સૂક્ષ્મ અને લઘુતમ / મધ્યમ ઉદ્યોગોને તેમજ એમએસએમઇ સેકટરને પ્રોત્સાહન આપવા સરકાર રાજયમાં વધુ નવ જીઆઇડીસી બનાવવા માટે ૧૦૫૦.૩૦ હેકટર જમીનની ફાળવણી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ રોજગારી ઉભી થાય તે માટે આવો નિર્ણય કર્યો છે. આ નવ જીઆઈડીસી વાગોસણા, ઐઠોર, ઇન્દ્રણજ, ખીરસરા, છતર, વણોદ, નવા માઢીયા, નારી તથા ભાટ ખાતે બનશે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, યુવાનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે સમયબદ્ઘ આયોજન કરાયું છે. હવે વધુ નવ ઔદ્યોગિક વસાહતો (જીઆઈડીસી)ના નિર્માણ થકી વધુ રોજગારી ઉપલબ્ધ બનશે.(૨૧.૧૦)

(11:52 am IST)