Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કુંકાવાવના અડધા ઘનશ્યામનગરમાં લાઈટ ફોલ્ટ સર્જાતા લોકો પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા

કુંકાવાવ, તા. ૧૩ :. પ્લોટ વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો હતો. લોકોને એમ હતુ કે કલાકમાં લાઈટ આવી જશે પરંતુ રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી લાઈટ ન આવતા નાના બાળકો, બુઝુર્ગો અકળાયા હતા જેથી લોકો દ્વારા કચેરીમાં ફોન શરૂ થયા હતા તો કચેરી તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે કાલે સવારે રીપેર થશે અત્યારે શરૂ થઈ શકે તેમ નથી.

એક બાજુ મચ્છરનો ઉપદ્રવ વધુ હોય આવા સંજોગોમાં લોકો પણ રજુઆત કરવા રાત્રે ૧૦ વાગ્યે ટોળે વળી ગયા હતા. જ્યાં કચેરીમાં માત્ર ફોલ્ટ સેન્ટર પર બે વ્યકિત જ હાજર હતા ત્યાર બાદ ઉચ્ચ કચેરીએ લોકોએ ફોન દ્વારા જાણ કરેલ હતી. ફરીયાદ કરેલ જેના કારણે બીજા ટીસીમાંથી ટેમ્પરરેરી પાવર ડાયવર્ટ કરી રાત્રે ૧૧.૦૦ વાગ્યે પાવર સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો.  મનુભાઈ બસીયા, મગનભાઈ દેવાણી, નિલેશભાઈ, પ્રિતેશભાઈ, જીલ્લા ભાજપના પૂર્વ ચેરમેન વિજયભાઈ ડોબરીયા, નરેશભાઈ વેકરીયા સહિતના અડધા પ્લોટના નગરજનોએ રજૂઆત કરી હતી.(૨-

(11:51 am IST)