Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

શિવરાજગઢના મનસુખભાઇ દાફડાએ ઝેર પીધું: વેવાઇ-પુત્રવધૂ હેરાન કરતાં હોવાનો આક્ષેપ

ડિલીવરી કરવા માવતરે સુલતાનપુર ગયેલી પુત્રવધૂ દયાને પરત નહિ મોકલી ઝઘડો કરતાં હોઇ કંટાળીને પગલું ભર્યાનું કથન

રાજકોટ તા. ૧૩: ગોંડલના શિવરાજગઢના મનસુખભાઇ બધાભાઇ દાફડા (ઉ.૫૦) નામના વણકર પ્રોૈઢે રાત્રે બારેક વાગ્યે ઘરે ઘઉંમાં રાખવાની ઝેરી ટીકડી પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સુલતાનપુર રહેતાં વેવાઇ અને પુત્રવધૂન દ્વારા થતી હેરાનગતીને કારણે આ પગલું ભર્યાનો આક્ષેપ તેમણે કર્યો છે. મનસુખભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર આશિષ છે. મનસુખભાઇના કહેવા મુજબ પુત્રવધૂ દયા ડિલીવરી કરવા માટે સુલતાનપુર ગઇ છે અને દિકરીનો જન્મ થયા બાદ એ દિકરી પણ અઢી મહિનાથી થઇ ગઇ છે. આમ છતાં આણુ વાળીને પાછી મોકલવામાં આવતી નથી. ગઇકાલે પોતે દયાને તેડવા ગયો ત્યારે વેવાઇ ભીખાભાઇએ ઝઘડો કરી પૈસા માંગી માથાકુટ કરતાં પોતાને માઠુ લાગી જતાં આ પગલું ભરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

(11:33 am IST)