Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

જુનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

જુનાગઢ તા.૧૩: મયારામ દાસજી આશ્રમ ખાતે સત્યમ્ સેવા યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો.

આ સન્માન સમારંભનું ઉદ્દઘાટન આસી. કમિશ્નર ઓફ ઇન્ટેલીજન્સ ઓફ રીઝન જુનાગઢના શ્રી જે.બી. ગઢવી તેમજ  મેયર આદ્યશકિતબેન મજમુદાર અને ધારા સભ્ય ભીખાભાઇ જોષીના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ.

આસી. કમિશ્નર ઓફ ઇન્ટેલીજન્સ જે.બી. ગઢવીએ જણાવેલ કે મનુષ્ય જન્મ મળવો એ પરમાત્માની અસીમ કૃપા છે હંમેશા માટે નિરાશા હતાશા ખંખેરી શુભ ચિંતન કરો ઉત્તમ વિચાર ઉત્તમ સમાજનું નિર્માણ કરે છે તેમ જણાવી વિદ્યાર્થીઓની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. શિક્ષાવિદ્દ જી.પી. કાઠીએ જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વિપુલ પ્રમાણમાં શકિતઓ પડેલ છે તેને બહાર લાવવા માટે એક શિક્ષણવિદ્દની નજરે જોઇને ઘણા સુચનો કરેલ હતા.

આ તકે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા અમુદાન ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કરેલ.

તાજેરતરમા રાજયપાલ હસ્તે શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ વિેજેતા શ્રીમતિ જયશ્રીબેન કાનજીભાઇ વેકરીયાનું આ તકે મેયરશ્રી આદ્યશકિતબેન મજમુદારના હસ્તે સન્માન તેમજ વણીક સમાજના અગ્રણી પરાગભાઇ કોઠારીના પુત્ર કિશનભાઇ તથા કરણભાઇ કોઠારીએ સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટ)ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્નએ પાસ થતા તેમનું મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.

વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધો. ૮ થી ૧૨ કુલ ૬૦૦ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી ૩૨ વસ્તુઓ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને  ૧ થી પ નંબર મેળવનારને વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ તેમજ ૪૮ જેટલી વસ્તુઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંજયભાઇ, કોરડીયા, ભોગીભાઇ ભટ્ટ, કે.ડી. પંડયા, અમુદાન ગઢવી, પ્રદિપભાઇ ખીમાણ, મુકુંદભાઇ પુરોહિત નાગભાઇ વાળા, ચંદ્રકાંતભાઇ જોષી, પી.ડી. ગઢવી, ભરતભાઇ વાંક, રમેશભાઇ શેઠ, મનોજભાઇ સોલંકી, વજુભાઇ ધકાણ, બટુક બાપુ, જયેન્દ્રભાઇ જોબનપુત્રા, સી.જે. ડાંગર, ભરતભાઇ વ્યારા, નરસિંહભાઇ વાઘેલા, યાકુબભાઇ મેમણ, કિશોરભાઇ ચોટલીયા, જયોતિબેન વાછાણી, આરતીબેન જોષી, સાધનાબેન નિર્મળ, ગીતાબેન મહેતા, જયશ્રીબેન ભટ્ટ, શુસીલાબેન શાહ, પ્રભાબેન પટેલ, કનકબેન વ્યાસ, વર્ષાબેન બોરીચાંગર, કુ. રૂચીબેન જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

આ સમારોહને સફળ બનાવા માટે સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, કમલેશભાઇ પંડયા, દેવીદાસ નેણસાણી, અલ્પેશભાઇ પરમાર, કે.એસ.પરમાર, કે.કે.ગોસાઇ, જયેશભાઇ રૂપારેલીયા તથા મયારામ દાસજી આશ્રમના વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

કેરલ પુરગ્રસ્તોને સહાય

તાજેતર માં કેરળ રાજયમાં છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી વરસાદી પુર તથા વાવાઝોડાથી કરોડોનું નુકસાન થયેલ છે. તેમજ લાખો કુટુંબો નિસહાય તથા બે-ઘર બન્યા છે. હજારો માનવ મૃત્યુ પામ્યા છે ત્યારે તેમની વ્હારે જુનાગઢની ગ્રામભારતી સંસ્થા નીચે ચાલતા ગામોદ્યોગ મંદિર, ખાદી ભવન, ખાદી -ભંડાર-કેશોદનાં કાંતનાર-વણકર તથા કારીગર, કાર્યકર્તાઓએ સંસ્થાના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ તથા માનદ્દમંત્રીશ્રી ધીરૂભાઇ ગોહેલની વિનંતીથી એક દિવસનાં તેમનાં કામની રકમનો ચેક મોકલી આપેલ છે.(૧.૧)

(10:13 am IST)
  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST

  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST