Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કેરલમાં રાહત પુનઃ વસવાટનું અભિયાન હાથ ધરાયું

કોડીનાર તા.૧૩: નિરંકારી સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ થી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને કેરલમાં વ્યાપક સ્તર ઉપર રાહત અને પુનઃવસવાટની કામગીરી ચાલુ કરી દીધી છે. રાજયમાં ભયંકર પુરના કારણે જાન, માલ અને ખુબ જ નુકસાન થયું જેની અસર લાખો લોકો ઉપર થઇ.

ફાઉન્ડેશન દ્વારા કેરલ ના ઝોનલ ઇન્ચાર્જ દિલીપ ગાયકવાડના નેતૃત્વમાં પહેલી ટીમ પુરના બે-ત્રણ દિવસ પછી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગઇ ત્યારથી ફાઉન્ડેશનના હજારો સ્વયંસેવકો જુદા-જુદા ટીમના રૂપમાં દરરોજ પહોંચી રહયા છે. જેમાં ગુજરાતના સ્વયંસેવકોનો પણ સમાવેશ થાય છે.

આ અભિયાન મુખ્યરૂપે ત્રિવેન્દ્રમ, એર્નાકુલમ, ત્રિશુર, કાલીકટ અને માં રાજય સરકાર દ્વારા સ્થાપિત રાહત અને પુનવર્સન શિબિરોના માધ્યથી ચલાવાઇ રહયું છે. રપ ઓગષ્ટ થી ૮ સપ્ટેમ્બર સુધી લગભગ ૫૦૦ સ્વયંસેવકોએ મિસ્ત્રી, ઇલેકટ્રીશિયન, કડિયા અને જુદા-જુદા પ્રકારના ફિટીંગનું કાર્ય કરી સેંકડો ઘરોને રહેવા લાયક બનાવ્યું ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા અનાજ તથા અન્ય ખાદ્ય સામગ્રીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

અલુવામાં ઘણા ઘરોની દિવાલો પડી ગઇ હતી જે સ્વયંસેવકોએ જાતમહેનતથી બનાવી આપી. કન્નુકેરામાં બે હિન્દુ તથા ઇસાઇ ધર્મ સ્થાનોની વિસ્તૃત સફાઇ કરવામાં આવી. આ ઉપરાંત ઠેર-ઠેર ૨૦૦ કુવાઓ તથા ૧૫૦ તળાવો પહેલા ૬ દિવસમાં સાફ કરી દેવામાં આવ્યા તથા હજુ તે કાર્ય ચાલુ છે. પીવાનું સ્વચ્છ પાણી સાફ બોટલો દ્વારા પહોંચાડવામાં આવ્યું. સેવા ભાવી ડોકટરોની સલાહ પ્રમાણે દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી.

ફાઉન્ડેશનના આ કાર્યો ની લોકો અને રાજય સરકાર દ્વારા ખુબ જ પ્રશંસા કરવામાં આવી. તેમ કોડીનારથી કનૈયાલાલ એલ. દેવાણીની યાદીમાં જણાવાયું છે.

(10:12 am IST)