Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જામનગરમાં ગરમ તેલ પડતા ૨ વર્ષના કશીશ પેટલનું મોતઃ ભુંગડા ગામમા પતિએ વતન જવાનીના પાડતા આપધાત

જામનગર, તા.૧૨: અહીં રંગમતી પાર્કમાં રહેતા કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ એ સીટી ભબીભ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧–૯–ર૦૧૮ના આ કામે મરણજનાર કશીશબેન કલ્પેશભાઈ પટેલ, ઉ.વ.ર રે. રંગમતી પાર્ક, રાજપાર્કની બાજુમાં, જામનગરમાં વાળી રાંધણછઠ્ઠ હોવાથી તેના રસોડામાં રસોઈ થતી હોય જેથી તેલ ગરમ થતુ હોય જેથી તેણે ગેસ નો પાયો ખેચતા તેલની કઢાઈ તેના પર પડતા તે મોઢે, હાથે અને પગે દાઝી જતા સારવાર અર્થે અહીંની જી.જી.હોસ્પિટલમાં લાવતા અને સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

પતિએ વતનમાં જવાની ના પાડતા પત્નીએ ગળફાંસો ખાધો

 કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લુભીભાઈ ઉર્ફે રાજુભાઈ ભાવસંગભાઈ વસના રે. બડદલા કિપરા ફળી, તા.ઝિ. અલીરાજપુર મઘ્યપ્રદેશવાળા એ જાહેર કરેલ છે કે, તા.૧૧–૯–ર૦૧૮ના આ કામે મરણ જનાર પારૂલબેન લુભીભાઈ ઉર્ફે રાજુભાઈ વસના, ઉ.વ.૧૯, રે. ભુંગડાગામ ચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજાની વાડી, તા.કાલાવડ, જિ.જામનગરવાળાએ પોતાના પતિને વતનમાં જવાનું કહેતા મરણ જનાર પારૂલબેનના પતિએ કહેલ કે, હાલ ખેતીનું કામ છે તે પુરૂ થઈ જશે પછી જાશુ આમ કહેતા મરણ જનારને મનમાં લાગી આવતા આજરોજ બપોરના વાડીમાં આવેલ મકાનમાં લોખંડની આડીમાં કપડાનો દુપટો બાંધી પોતાની જાતે ગળા ફાંસો ખાઈ મરણ ગયેલ છે.

બિમારી થી કંટાળી ઝેરી દવા પી જતા યુવાનનું મોત

ગોપ ગામે રહેતા કારાભાઈ અરજણભાઈ પાથર એ જામજોધપુર પોલીસમાં જાહેર કરેલ છે કે, તા.૧૦–૯–ર૦૧૮ના આ કામે મરણ જનાર અશ્વીનભાઈ કારાભાઈ પાથર, ઉ.વ.રપ, રે. ગોપ ગામ, તા.જામજોધપુર, જિ. જામનગરને બે વર્ષથી ટીબીની બિમારી હોય અને ૧પ દિવસથી મગજ કામ કરતુ નહીં હોય જેથી તેને કંટાળી જઈને પોતાના હાથે પોતાની વાડીએ જંતુનાશક ઝેરી દવા પી જઈ મરણ ગયેલ છે.

દુકાનના તાળા તોડી ચોરી કર્યાની ફરીયાદ નોંધાઈ

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ પ્રવિણભાઈ પાભંર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૮–ર૦૧૮ના નવાગામ, તા.કાલાવડમાં આ કામના ફરીયાદી હિતેશભાઈની દુકાનના તાળા તોડી સી.સી.ટીવી કમેેરામાં દેખાતા બે આ કામના આરોપી અજાણ્યા શખ્સોએ દુકાનમાં પ્રવેશ કરી મોબાઈલ નંગ–૪, કિંમત રૂ.૯૪૦૦ ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ધ્રોલમાંથી સગીરાનું અપહરણ કર્યાની રાવ

 ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીને આરોપી કોઈ અજાણ્યો ઈસમ એ  સગીરવયની દિકરી નું કોઈપણ કારણોસર અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ધરારનગરમાં વર્લીમટકાના આંકડા લખતા ત્રણ શખ્સો ઝડપાયા

 અહીં સીટી ભબીભ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦૧૮ના ધરારનગર–૧, વૈશાલીનગર–૧ના ખૂણે આ કામના આરોપીઓ અબ્દુહમીદભાઈ મામદભાઈ વાઢા, બશીરભાઈ સીદીકભાઈ સુમારીયા, એ જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી તથા આ કામના આરોપી જાવેદભાઈ સુલેમાનભાઈ સમાને લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૧૮૦/– તથા મોબાઈલ નંગ–૩ તથા એકટીવા મોટરસાયકલ મળી કુલ રૂ. ૮૭,૧૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

અહીં સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાયદેભાઈ ભીમાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦૧૮ના હવાઈચોક, મૂકેશ ઘુઘરાવાળાની પાછળની ગલીમાં, રફારીયા હનુમાનના મંદિરના ઓટા પાસે આ કામના આરોપી જીતેન્દ્ર નરેન્દ્રભાઈ નાખવા, અરવિંદભાઈ દેવજીભાઈ જોઈસર રે. જામનગરવાળા જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૭૧૦/– તથા ઘોડીપાસા નંગ–ર, ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:42 pm IST)
  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST