Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ચોરી-લૂંટ-ધાડ જેવા ગુન્હાઓને અંજામ આપે તે પહેલા ૩ શખ્સો જામનગરમાંથી ઝડપાયા

 જામનગર તા. ૧ર :.. પોલીસ અધિક્ષક શ્રી શરદ સીંઘલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ. બી. સૈયદના માર્ગદર્શન મુજબ સીટી બી. ડીવી. પો. સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. જે. પાંડર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી. એસ. લાંબાની સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પો. સબ ઇન્સ. વાય. એ. દરવાડીયા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના. રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. ફીરોજભાઇ દલ તથા હરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. કિશોરભાઇ પરમાર તથા જશપાલસિંહ જેઠવા ને હકિકત મારી હતી.

વિનાયક પાર્ક, પાણીના ટાંકાથી આગળ આવેલ મધુરમ સોસાયટી વિસ્તાર પાસે ચોરીઓ તેમજ લૂંટ જેવા ગુના આચરતી ગેંગના માણસો ચોરી-લૂંટના ગુન્હાઓ કરવા માટે એક ગેંગ બનાવેલ અને આ ગેંગના માણસો તેઓની સાથે લોખંડના પાઇપ, લોખંડના સળીયા, છરી, તલવાર, જેવા જીવલેણ ઘાતક હથીયારો સાથે એકટીવા તથા બે મો. સા. સાથે આજરોજ ચોરી-લૂંટ કે ધાડ પાડવાની તૈયારી કરતા શીવા નવરંગભાઇ કપટા જાતે બ્રાહ્મણ ઉ.રપ ધંધો, મજૂરી રહે. રાંદલનગર રાંદલ માતાજીના મંદિરની સામેની ગલીમા, જામનગર, તથા હાર્દિક દિલીપભાઇ દામોદરભાઇ ત્રિવેદી જાતે. બ્રાહ્મણ ઉ.ર૭ ધંધો-ડ્રાઇવીંગ રહે. ટી. બી. હોસ્પીટલની પાછળ, નવાગામ મઘેડ, માત્રુ આશિષ સોસાયટી, શ્રી નં. પ, ગણેશ ઇલેકટ્રીક દુકાનની બાજૂમાં, 'પિત્રુકૃપા' જામનગર તથા વીકી સંજયભાઇ બાબુલાલ બચ્છા જાતે લોહાણા ઉ.ર૧ ધંધો-ડ્રાઇવીંગ રહે. રામેશ્વરનગર, ગાયત્રીનગર શેરી નં. ર-૩ ની વચ્ચે, જય અંબે, બીજા માળે, જામનગર તથા અશોકસિંહ સ.ઓ. શીવુભા સુરૂભા જાડેજા જાતે. દરબાર ઉ.રપ ધંધો, ડ્રાઇવીંગ રહે. હાલ-ગાંધીનગર જલારામનગરની સામે, નંદનપાર્કના છેડે, પ્રવિણસિંહ જાડેજાના ભાડાના મકાનમાં, જામનગર તથા મુળ રહે. હાસીયાવદર, તા. કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા તથા કાયદાથી સંઘર્ષીત કિશોરને પકડી તેની પાસેથી  રોકડા રૂ. ૪૧૦૦૦ તથા ચાર મોબાઇલ ફોન કિ. રૂ. ર૦૦૦ તથા ત્રણ મો. સા. કિ. રૂ. ૪૦૦૦ મળી કુલ રૂ. ૮૩૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ અને પુછપરછ દરમ્યાન બારેક જેટલા લૂંટના ગુનાની કેફીયત આપેલ છે તેમજ આગળની વધુ તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. આર. જે. પાંડર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી. એસ. લાંબા તથા પો. સબ ઇન્સ. વાય. એ. દરવાડીયા તથા પોલીસ હેડ કોન્સ. ફીરોજભાઇ દલ તથા હરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમાર તથા જશપાલસિંહ જેઠવા તથા હરદેવસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ છે. (પ-ર૭)

(3:30 pm IST)
  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST