Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઉનામાં સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજનું સંમેલન યોજાયું: પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

ઉના, તા. ૧૨ :. સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની કારોબારીનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી અને સર્વાનુમતે ગુજરાત મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ તરીકે હાજી ફરીદભાઈ દુરવેશ (જૂનાગઢ)ની તથા ઉપપ્રમુખ તરીકે ઉનાના હાજી યુસુફભાઈ હાજી ગનીભાઈ સોરઠીયાની વરણી કરાતા તેમનું આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરાયુ હતું.

સંમેલનમાં આગેવાનોએ સમાજના તમામ ભાઈઓ-બહેનોને શિક્ષિત બનવા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા અપીલ કરી હતી અને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો સમાજ તેની સાથે રહેશે. શિક્ષિત મહિલા બે પરિવારને તારશે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેબુબભાઈ પડાયા, હાજી હનીફભાઈ અલીભાઈ, બાબાભાઈ ચોરવાડા, માસુમભાઈ કાસમાણી, દાદાબાપુ શેખ વિગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.(૨-૩)

 

(12:29 pm IST)