Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વઢવાણમાં ક્ષત્રીય શહાદતોનું ખાંભી સ્થળ 'રાષ્ટ્રીય સ્મારક' તરીકે વિકસાવાશે

રાજકોટઃ ઝાલાવાડના ર૩ ગામના ક્ષત્રીયોએ એકત્ર થઇને ચુંદડી મહોત્સવ ઉજવણી વઢવાણમાં કરી હતી. આ મહોત્સવમાં સૌ પ્રથમ વખત વઢવાણ અને ચુડાનાં સ્ટેટનાં માધાણી, રાણા, ઝાલા પરીવારના લોકો ઉમટી પડયા હતા.

આ પ્રસંગે રાણા નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહે જણાવ્યું હતું કે, વઢવાણ હાડીમા રોડ ઉપર આવેલા રાજ સ્મશાનને રાષ્ટ્રીય સ્મારક બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ સ્થળે રાણકદેવી હાડીમા તેમજ રાઠોડમાં સતી થયાનાં સ્મારકો આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુનસિંહજી તેમજ મહારાણી સાહેબા હાડીમાનો નિર્વાણદીન વિ.સં.૧૭૯પ શ્રાવણ વદ-પ છે. એટલે કે અંદાજે ૩૦૦ વર્ષ જુના આ સ્થળે માધાણી પરીવાર વઢવાણ ચુડાની સમુહ પૂજન વિધીનું આયોજન તા.૩૧ ઓગષ્ટને શુક્રવારે યોજાયું હતું.

જેમાં દેવકુંવરબા હાડીમાનાં વાર્ષિક ચુંદડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દુધરેજના તાલુકાદાર રાણા માનસિંહજીના પુત્રો તથા ભત્રીજા વિ.સં. ૧૮૪૪નાં મહાવદી-૩ ના રોજ ચંદ્રાસર ગામે ગાયોનાં ધીંગાણામાં માંડજી દાદાબાપુ, હઠીસિંહજી દાદાબાપુ, શુજાજીદાબાપુ, ગગજીભા, દાદાબાપુ શહીદ થયા હતા. આથી આ શહીદોની પણ અંતિમ વિધિ પણ વઢવાણમાં કરવામાં આવી હોવાનું અંતમાં જણાવ્યું હતું. આ વેળાએ ઝાલા, ક્ષત્રીય સમાજના પ્રમુખ રૂદ્રસિંહ ઝાલા, ચુડા સ્ટેટ સુકેતુસિંહ, સુધીરદાદા, નરેન્દ્રસિંહ રાણા, શૈલેન્દ્રસિંહ, સુરૂભા તેમજ ક્ષત્રીય સમાજનાં આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે નરેન્દ્રસિંહ રાણા (દુધરેજ), હરપાલસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રાણા (ઝાંપોદર) અને પ્રતાપસિંહ રાણા (ભેંસજળ) હાજર રહયા હતા. (૪.૧૦)

(12:25 pm IST)