Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જૂનાગઢ : રાજશાખા રાયફલ કલબમાં બેલ્ટ એકઝામ યોજાઇ

જૂનાગઢ : રાજશાખા રાયફલ કલબમાં વાડોકાઇ કરાટે એકેડેમી ગુજરાત દ્વારા કરાટે બેલ્ટ એકઝામનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૪ વિદ્યાર્થીઓએ વિવિધ રેન્કની પરીક્ષામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ પાવર, ફલેકસીબીલીટી, સ્ટેમીના અને કરાટેના અભ્યાસક્રમની વિવિધ કસોટીઓમાંથી પસાર થયા હતા. જેમાંથી સુભાંશુ એચ.ડી (૩ વર્ષ) અને વિર એમ.ટાંક (પ વર્ષ) વાઇટ બેલ્ટની પરીક્ષા તેમજ અક્ષીતા એચ. ખુંટી (પ વર્ષ) તથા લોહીતાક્ષ એચ.ડી (૬ વર્ષ)એ યેલો બેલ્ટની પરીક્ષામાં ઉતીર્ણ થનાર સૌથી નાની વયના રમતવીર બન્યા હતા.(૪૫.૬)

(12:24 pm IST)