Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઉપલેટાનો પટેલ યુવાન રમતગમત ક્ષેત્રે વિદેશમાં ઝળકયો સિંગાપોર ખાતે ફીટનેશ અને રનીંગમાં ચેમ્પીયન બન્યો

ઉપલેટા તા.૧૨ : ઉપલેટા શહેરનો પટેલ યુવાન મોહીત રતીભાઇ ડોબરીયા સિંગાપુર ખાતે જોબ કરવા ગયેલ ત્યાં જોબ કરતા કરતા ફીટનેશ અને રનીંગ વિશે માહિતી એકત્ર કરી તેની સ્પર્ધાઓ ત્યાં યોજતી હોય છે. રનીંગ સ્પર્ધાની અંડરમાં ભાગ લઇ પ્રેકટીશ કરી ૧૦ કિલોમીટરની સ્પર્ધામાં ૫૦૦૦ લોકોએ ભાગ લીધેલ જેમાં ૪૪મો રેન્ક મેળવી અગ્રેસર રહ્યો હતો. ત્યારબાદ સિંગાપોરમાં જ યોજાયેલી ૮ કિલોમીટરની રનીંગ સ્પર્ધામાં ચેમ્પીયન થયો હતો. ત્યારપછી સખ્ત પરીશ્રમ થકી સિંગાપોરમાં યોજાતી એક પછી એક સ્પર્ધાઓમાં વિજેતા થવા લાગ્યો ત્યારબાદ સિંગાપોરમાં રમાતી વર્લ્ડ સ્પાર્ટન રેસમાં ભાગ લીધેલ અને ચેમ્પીયન બનેલ ત્યારબાદ અન્ય દેશો જેવા કે મલેશીયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં ભાગ લેવાનું શરૂ કરેલ.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા મોહિત ડોબરીયાએ જણાવેલ કે હું સ્પાર્ટન વર્લ્ડ ચેમ્પીયન શીપ ૨૦૧૮માં પહેલી વખત સિલેકટ થઇ ગયો છુ અને આગામી સમયમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પીયન શીપ ૨૦૧૮માં આપણા ભારત તરફથી રમવા ઇચ્છા ધરાવુ છુ અને જીતનો તમામ શ્રેય મારા દેશને અર્પણ કરવા માગુ છુ મારૂ સ્વપ્ન છે કે હું મારા વતન રાજય અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરૂ મને આપણા ભારત દેશ તરફથી રમાડવામાં આવે તે માટે દેશના ખેલકુદ મંત્રી રાજયવર્ધન રાઠોડ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજય ખેલકુદ મંત્રી ઇશ્વરભાઇ પટેલ તથા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને એક વિસ્તૃત પત્ર તથા મારા તમામ કવોલીફાઇડ  સર્ટીફીકેટ મોકલાવેલ છે અને આશા રાખુ છુ કે મને દેશ તરફથી રમવાનું પ્રાપ્ત થાય તેવું અંતમાં જણાવેલ છે.(૪૫.૩)

(12:23 pm IST)
  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST