Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગોંડલ હોસ્પિટલમાં દર્દીના પુત્રનું ખિસ્સુ હળવું કરનાર પ્રકાશ પકડાયો

રાજકોટ તા. ૧૨ : ગોંડલની સરકારી હોસ્પિટલમાં દર્દીના પુત્રનું ખિસ્સુ હળવું કરનાર બાવાજી શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના મેઘાવડ ગામે રહેતા કેતનભાઇ પટેલ તેના પિતાની સારવાર કરાવવા માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં આવેલ ત્યારે કેશબારી પાસે પાછળ ઉભેલ શખ્સ નજર ચુકવી કેતનભાઇના ખિસ્સામાંથી ૮૧૦૦ની રોકડ રકમ ચોરી છૂ થઇ ગયો હતો.

આ અંગે કેતનભાઇએ પોલીસમાં જાણ કરતા ગોંડલના પી.આઇ. રામાનુજના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી રોકડ રકમની ઉઠાંતરી કરનાર પ્રકાશ સીતારામ ગોસ્વામી રે. તાલુકા શાળા પટ્ટ ગોંડલને દબોચી લીધો હતો. આ શખ્સે અગાઉ પણ અનેકના ખિસ્સા હળવા કર્યાનું ખુલ્યું છે.(૨૧.૧૨)

(12:22 pm IST)