Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભાણવડના રાણપરમાં ૫૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આઇસર ટ્રકમાં ૧૪૨૫૬ બોટલ ઝડપાઇઃ રૂા. ૬૯ લાખનો મુદ્દામાલ જપ્તઃ આરોપીઓ ફરાર

ખંભાળિયા તા.૧૨: ભાણવડના રાણપર ગામની સીમમાંથી રૂા. ૫૭ લાખનો વિદેશી દારૂ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી એલ.ડી. ઓડેદરાનાઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવા એલ.સી.બી. સ્‍ટાફને સુચના કરતા જે અનુસંધાને પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એલ.સી.બી. સ્‍ટાફના પો.હેડ કોન્‍સ. અરજણભાઇ ચંદ્રાવાડીયા તથા મસરીભાઇ ભારવાડીયા તથા ભરતભાઇ ચાવડાને ખાનગી બાતમી રાહે સંયુકતમાં હકીકત મળેલ કે, રાણપર ગામે ધીરેશ્વર મહાદેવના મંદિર તરફ જતા રસ્‍તે બરડા ડુંગરમાં (૧) અરજણભાઇ આલાભાઇ કોડીયાતર (ર) પોપટભાઇ આલાભાઇ કોડીયાતર (૩) કરમણ ઉર્ફે ધેલીયો જગાભાઇ કોડીયાતર(૪) લાખાભાઇ રામાભાઇ કોડીયાતર રહે બધા રાણપર તા. ભાણવડ વાળાઓ ટ્રક નંબર એમ-એચ. ૪૬ એફ-૪૯૩૫માં ભારતીય બનાવટનો ઈંગ્‍લીશ દારૂનો મોટો જથ્‍થો મંગાવી અને આ દારૂના જથ્‍થાને ટ્રકમાંથી ઉતારવાની પેરવીમાં છે તેવી હકીકત આધારે રેઇડ કરતા રાણપર ગામે જુની બંધ પથ્‍થરની ખાણમાં ટ્રક નંબર એમ-એચ. ૪૬-એફ.૪૯૩૫ માંથી દારૂ ઉતારતા સાત-આઠ ઇસમો પોલીસને જોઇ ભાગવા લાગેલ તેમની પાછળ સ્‍ટાફના માણસો દોડતા તે અંધારાનો / જંગલનો લાભ લઇ જંગલમાં નાશી ગયેલ અને પકડાયેલ નહી. આ નાશી જનાર ઇસમોમાં રાણપરના (૧) અરજણભાઇ આલાભાઇ કોડીયાતર (ર) પોપટભાઇ આલાભાઇ કોડીયાતર (૩) કરમણ ઉર્ફે ધેલીયો જગાભાઇ કોડીયાતર (૪) લાખાભાઇ રામાભાઇ કોડીયાતર નાઓ તથા અન્‍ય અજાણ્‍યા ત્રણ-ચાર ઇસમો હોવાનું સ્‍ટાફના માણસોએ ઓળખી બતાવેલ હોય. જેથી આ આરોપી જે જગ્‍યાએથી ટ્રક મુકી નાશી ગયેલ તે ટ્રકમાંથી કુલ પેટી નંગ ૧૧૮૮ બોટલ નંગ ૧૪૨૫૬/- કિ.રૂા. ૫૭૦૨૪૦૦/- નો ઈંગ્‍લીશ દારૂનો જંગી જથ્‍થો મળી આવેલ. તેમજ આઇસર ટ્રક નંબર એમ-એચ. ૪૬-એફ.૪૯૩૫ કિ.રૂા. ૧૨૦૦૦૦૦/- તથા જીપીએસ તાલપતરી દોરડુ તથા બીલ્‍ટી મળી કુલ કિ. રૂા. ૬૯૦૬૯૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી નાશી ગયેલ આરોપીઓ વિરૂદ્ધ ભાણવડ પો.સ્‍ટે. ખાતે ગુનો રેકર્ડ કરાવી આરોપીઓને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

 આ કાર્યવાહીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એલ.ડી. ઓડેદરા સાહેબની સુચના મુજબ પો.સ.ઇ.શ્રી વી.એમ. ઝાલા, એએસઆઇ હબીબભાઇ મલેક, એચસી અરજણભાઇ એ.આહીર, વિપુલભાઇ ડાંગર, મસરીભાઇ આહીર, કેશુરભાઇ ભાટીયા, અરજણભાઇ મારૂ, ભરતભાઇ ચાવડા, અશોકભાઇ સવાણી, પીસી સહદેવસિંહ જાડેજા, પૃથ્‍વીરાજસિંહ વાઘેલા, ડા.પો.કોન્‍સ. હસમુખભાઇ કટારા તથા ભાણવડ પો.સ્‍ટે.ના પો.સ.ઇ.શ્રી વાય.જી. મકવાણા તથા સ્‍ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

(11:43 am IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST