Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબી સેવા સદનમાં રખડતા ઢોરનું રાજ : કાર્યવાહી ક્યારે ? મોટો પ્રશ્ન.

તાલુકા સેવા સદન જાણે ખુલ્લી બજાર હોય તે મંદિર ત્રણથી ચાર ખુંટીયા આમ તેમ આંટા મારી રહ્યા છે

મોરબી :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અને પશુઓનો ત્રાસ ફેલાઈ રહ્યો છે અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ઘણા કિસ્સામાં તો રખડતા ઢોરના ત્રાસને કારણે લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો છે.તાજેતરમાં મહેસાણાના કડી ગામમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. એમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે આવી જ ઘટના મોરબીના તાલુકા સેવા સદનમાં સર્જાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

આ અંગે મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહલે તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે, મોરબી તાલુકા સેવા સદન જાણે ખુલ્લી બજાર હોય તે મંદિર ત્રણથી ચાર ખુંટીયા આમ તેમ આંટા મારી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસોમાં સેવા સદન રામભરોસે હોય છે. જેના કારણે અહીંયા ખુંટીયા તેમજ રખડતા શ્વાન જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ચાલુ દિવસો દરમિયાન પણ ખુટીયા તથા શ્વાનનો ત્રાસ રહે છે. જેથી સેવા સદનમાં આવતા નગરજનો અને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ મુદ્દે મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહલે તંત્રને રજુઆત કરી છે કે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મોરબીની પ્રજાનું રક્ષણ કરવામાં આવે.

(11:04 pm IST)