Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ધોરાજી શહેર ભાજપ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા નીકળી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી
 ધોરાજી શહેર ભાજપ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા નીકળી હતી
ધોરાજીના આવેલા ચોક ખાતે ભાજપ કાર્યાલય ખાતેથી આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા મતલબ સ્થાન કર્યું હતું આ સમયે ધોરાજી શહેર ભાજપના વી ટી પટેલ કિશોરભાઈ રાઠોડ લલીતભાઈ વોરા વિનુભાઈ માથુકિયા વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિજયભાઈ અંટાળા પરેશભાઈ વાગડીયા ધીરુભાઈ કોયાણી રાજુભાઈ ચાવડા વિગેરે દ્વારા ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે તિરંગા યાત્રાને પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં તોરાજી શહેર ભાજપના હોદ્દેદારો જોડાયા હતા
ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર મોટરસાયકલ દ્વારા તિરંગા યાત્રા ડીજના દેશભક્તિના સોંગ સાથે નીકળી હતી
તિરંગા યાત્રા નો ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ ધીરુભાઈ કોયાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

(6:54 pm IST)