Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વિસાવદરમાં વળંદાવન પાઠશાળાના પટાંગણમાં ૭૫ વળક્ષો વાવી ઉછેરવાનો દ્રઢ સંકલ્‍પઃ ધારાસભ્‍ય-સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્‍થિતિ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૩: વિસાવદરમાં સતાધાર નજીક વડલી પાસે આવેલ સુપ્રસિદ્ધ  ‘વ્રળંદાવન સંસ્‍કળત પાઠશાળા'ના પટાંગણમાં સામાજિક વનીકરણ વિસાવદર રેન્‍જ દ્વારા ઋષીકુમારો-સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્‍થિતિમાં આચાર્ય-શાષાી જસ્‍મીન જાની દ્વારા વેદોકત મંત્રોચ્‍ચાર સાથે ૭૫ વડ વૃક્ષ રોપીને -ક્રળતીનુ પુજન કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા પાઠશાળાનાં પરિસરમાં અંદાજે એકાદ એકર જેટલી જમીનમાં ‘નમો વડ વન' ઉભુ કરવાનુ વન વિભાગે આયોજન કરેલ હોય,જે અંતર્ગત વળક્ષારોપણનો આ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયા,સી.વી.જોષી,મામલતદાર વી.એલ.ધાનાણી,તાલુકા વિકાસ અધિકારી એસ.પી.દુદખીયા,વન અધિકારી દર્શનાબેન કાગડા,ફોરેસ્‍ટર આર.કે.રાઠોડ,વન વિભાગના શ્રમયોગી કર્મચારી મહેશભાઇ વીકમાં,કાકુભાઇ મહેતા,રફીકભાઇ,મુસ્‍તુફા કાતિયાર સહિત સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્‍થિતિમાં વળક્ષારોપણનો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

(4:05 pm IST)