Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબી તલાટી મંત્રીઓની હડતાલનું તાકીદે નિવારણ લાવી ગ્રામ્‍ય પ્રજાને પડતી મુશ્‍કેલી દૂર કરો

  મોરબી, તા. ૧૩ :  તલાટી મંત્રીઓ પોતાની માંગ સાથે અચોક્કસ મુદત સાથે હડતાલ પર ઉતર્યા છે.આથી વહીવટી કાર્ય ખોરવાયું છે.તેથી તલાટી મંત્રીઓની માંગ સ્‍વીકારી ગ્રામ્‍ય  પ્રજાને પડતી મુશ્‍કેલી દૂર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપ પ્રમુખે મુખ્‍યમંત્રીને રજૂઆત કરી છે.

ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી તલાટી મંત્રીઓની સામુહિક હડતાલ ચાલુ છે જેના કારણે લોકોનાં રોજિંદા વહીવટી કામો ખોરવાઈ ગયા છે તેમાં ખાસ આધાર કાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ સહિતની ગ્રામ્‍ય કક્ષની તમામ સેવાઓ જે ખાસ કરીને તલાટી-મંત્રી આધારીત છે તે તમામ સેવાઓ ખોરંભે પડે છે. ત્‍યારે સરકારને આ બાબતે સમાધાનકારી વલણ દાખવી તેઓની વ્‍યાજબી માગણી સ્‍વીકારી શકય તેટલા વહેલા નિરાકરણ લાવી તેઓની હડતાલ મોકુફ કરાવી પૂર્વવત પરિસ્‍થિતિ સ્‍થાપિત થાય તેવો પ્રબંધ થવો જરૂરી છે. જેથી લોકોને પડતી મુશ્‍કેલી નિવારી શકાય. રાજયનાં મુખ્‍યમંત્રી તરીકે આવી સામુહિક વહીવટી મુશ્‍કેલીઓ સમયસર નિવારવી આમ જનતાના હિતમાં -ાથમિક ફરજ છે અને ગુજરાતમાં આવી અનેક વખત મુશ્‍કેલીઓ અગાઉની સરકારમાં રહેલ પરંતુ તેઓએ ઝડપી વ્‍યવહારૂ ઉકેલ લાવી આમ જનતાને મદદરૂપ બનેલ ત્‍યારે ગુજરાત - પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને રજૂઆત કરી છે.

(1:32 pm IST)