Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબીના આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

મોરબી : આરોગ્‍ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા બે દિવસ પૂર્વે જીલ્લા વિકાસ અધિકારી અને આરોગ્‍ય અધિકારીને આવેદન આપી શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું હતું જે મુજબ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આરોગ્‍ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા પડતર પ્રશ્‍નો અને ગ્રેડ પે મામલે સરકાર સમક્ષ અનેક રજૂઆત કરી હોવા છતાં પ્રશ્‍નોનું નિરાકરણ આવ્‍યું નથી જેથી આજથી આરોગ્‍ય વિભાગ પંચાયત શાખાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે જે મામલે કર્મચારી મહાસંઘના દિલીપભાઈ દલસાણીયાએ જણાવ્‍યું હતું કે જીલ્લા આરોગ્‍ય શાખામાં ફરજ બજાવતા ૨૫૦ જેટલા આરોગ્‍ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે જેથી મમતા દિવસ, વેક્‍સીનેશન સહિતની કામગીરી પ્રભાવિત થશે ત્રણ વર્ષમાં ત્રીજી વખત અચોક્કસ મુદતની હડતાલ કરી છે તેમજ ગ્રેડ પે મામલે સરકારને અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્‍નો ઉકેલાયા નથી જેથી હડતાલ શરુ કરી છે અને સરકાર સમક્ષ પ્રશ્‍નોના ઉકેલની માંગ કરી છે.

(1:32 pm IST)