Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વિસાવદર તાલુકાના લેરીયા ગામે આયુર્વેદ નિદાન - સારવાર કેમ્‍પ યોજાયો

વિસાવદર : તાલુકાના લેરીયા ગામે આયુર્વેદ શાખા, જુનાગઢ અને સરઇ તેમજ રબારીકા સરકારી આયુર્વેદ દવાખાને તેમજ સમભાવ મિત્ર મંડળ, વિસાવદરના સંયુકત ઉપક્રમે એક મેગા આયુર્વેદ નિદાન - સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ સાથો સાથ  વિવેકાનંદ સ્‍કુલ, લેરીયામાં યોગની શિબિર પણ યોજવામાં આવેલ.

પ્રારંભમાં દિપ પ્રાગટય કાર્યક્રમ જુનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણી, જિલ્લા ભા.જ.પા. મહામંત્રી નરેન્‍દ્રભાઇ કોટીલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઇ સરધારા, ભરતભાઇ કોટડીયા, જયરાજભાઇ વિક્રમા, કિશોરભાઇ ડોબરીયા, લેરીયા સરપંચશ્રી વિપુલભાઇ સોજીત્રા, સુધીરભાઇ ચૌહાણ, પિનટુભાઇ બારૈયા, પ્રવિણભાઇ સુવાગીયા તેમજ ડોકટરશ્રીઓ બાલસ લીંબાણી સચિનદલાલ, ઇલ્‍યાસભાઇ ભારમલ, ભરતભાઇ હિરપરા, કરણભાઇ વિકમા તેમજ લેરીયા ગ્રામજનો જોડાયા હતા. આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે હાલમાં ઉપસ્‍થિત મહેમાનનું દેશની શાન એવા તિરંગો અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું.

આ કેમ્‍પમાં ૧૯૬ જેટલા  લાભાર્થીઓએ આ કેમ્‍પનો લાભ લીધો હતો અને ડોકટર દ્વારા દર્દીઓને નિદાન તથા સારવાર તેમજ વિનામૂલ્‍યે દવાનું વિતરણ કરવામાં આવેલ સમગ્ર કેમ્‍પનું આયોજન નરેન્‍દ્રભાઇ કોટીલા અને તેમની સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ.

(1:28 pm IST)