Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્‍સવની ઉજવણી : રાઘવજીભાઇ પટેલના હસ્‍તે વૃક્ષારોપણ

પોરબંદર, તા. ૧૩ : જિલ્લાના પ્રભારી અને રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ૭૩માં વન મહોત્‍સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાઘવજીભાઇ પટેલ એ કુદરતની અમૂલ્‍ય ભેટ એવા વૃક્ષોનું જતન અને રક્ષણ કરવાની આપણા સૌની જવાબદારી છે તેમ જણાવી ઓકિસજનનાસ્ત્રોત એવા વૃક્ષોનું વાવેતર કરવા સૌને અનુરોધ કર્યો હતો. રાઘવજીભાઇ પટેલના હસ્‍તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્રીય વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, નાયબ વન સંરક્ષક શ્રી પંડયા મોટી સંખ્‍યામાં પર્યાવરણ પ્રેમીઓ, નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(1:27 pm IST)