Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જુનાગઢમાં કબ્રસ્‍તાનથી લઇ ગીરના જંગલ સુધી તિરંગો લહેરાવનાર મધુર સોશ્‍યલ ગ્રુપનું સ્‍વતંત્ર પર્વનું અનોખું આયોજન

નાની બાળા, સફાઇ કામદાર, કિન્‍નરો, રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા વ્‍યકિતઓના હાથે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવવાની હિમાયત સલીમ ગુજરાતીએ આ વખતનું ધ્‍વજવંદન પોતાના ઘેર ધર્મપત્‍નીના હાથ કરવાનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૩ : મધુર સોશ્‍યલ ગ્રુપના પ્રમુખસલીમભાઇ ગુજરાતીએ દર વર્ષની, સંસ્‍થાની પરંપરા મુજબ કંઇક અલગ રીતે ધ્‍વજ વંદન કરવાની તૈયારી શરૂ કરી છે. શહેરના જાહેર જીવનમાં મધુર સોશ્‍યલ ગ્રુપ દ્વારાજુમ્‍મા મસ્‍જિદ, કબ્રસ્‍તાન, જાહેર ચોકથી લઇ ગીર અભ્‍યારણમાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવાની એક આગવી પરંપરા સાથે બાળ વિદ્યાર્થીઓ, રાષ્‍ટ્રપતિ ચંદ્રક વ્‍યકિતઓ સફાઇ કામદારથી લઇ સમાજના કિન્‍નરોના હાથે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી ;ામાજિક સમરસતાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવી છે.

આઝાદીના અમૃત મહોત્‍સવના સ્‍વતંત્ર પર્વની ઉજવણીમાં મધુર સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ આ વર્ષે ૧પમી ઓગષ્‍ટ રોજ પોતાના ઘરે જ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી સ્‍વતંત્ર પર્વની ઉજવણી કરશે અને આ તિરંગો પોતાના ધર્મપત્‍ની સબીહા બેનના હાથે ફરકાવવામાં આવશે. સલીમભાઇ ગુજરાતીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા ઘર ઘર તિરંગા અભિયાનથી સમગ્ર દેશમાં રાષ્‍ટ્રભાવનાનો એક માહોલ ઉભો થયો છે. ત્‍યારે મારે ઘેર પણ તિરંગો લહેરાવી નાગરિક ધર્મ બજાવવાની આ તક છે.

(1:20 pm IST)