Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

MI એમિરેટ્સે યુએઇની ઇન્ટરનેશનલ લીગ ટી૨૦ની પહેલી ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : MI એમિરેટ્સે આજે યુએઇની ઇન્ટરનેશનલ લીગ ટી૨૦ની પહેલી ટુર્નામેન્ટ શરૃ થાય તે અગાઉ ટીમની જાહેરાત કરી છે. ટીમ અબુ ધાબી સ્થિત રહેશે અને તેમાં વર્તમાન અને ભૂતકાળના MI ખેલાડીઓ અને #OneFamilyમાં જોડાનારા નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કાયરન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, નિકોલસ પૂરન અને ટ્રેન્ટ બોલ્ટ MI એમિરેટ્સની ટીમમાં ટુર્નામેન્ટની શરૃઆત થાય તે પહેલા જ જોડાવા માટે તૈયાર છે અને તેઓ MI આઇકોનિક બ્લુ અને ગોલ્ડ રંગોને તેમની શાનદાર રમત થકી શોભાવશે.

રિલાયન્સ જિયોના ચેરમેન શ્રી આકાશ એમ અંબાણીએ કહ્યું કે, 'હું અમારા ૧૪ ખેલાડીઓના ડાયનેમિક ગ્રૂપથી ખૂબ જ ખુશ છું, જેઓ અમારી #Onefamily નો ભાગ બન્યા અને MI  એમિરેટ્સ'નું પ્રતિનિધિત્વ કરશે. અમારી ટીમના એક મુખ્ય સ્તંભ તરીકે કાયરન પોલાર્ડ અમારી સાથે હોવાનો અમને આનંદ છે, ડ્વેઇન બ્રાવો, ટ્રેન્ટ બોલ્ટ અને નિકોલસ પૂરન અમારી સાથે પાછા ફરી રહ્યા છે. MI એમિરેટ્સના તમામ ખેલાડીઓનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરીએ છીએ છે. MI અનુભવ અને યુવા પ્રતિભામાં રોકાણ કરીને સંતુલન જાળવવા માટે જાણીતું છે અને તેમની સાચી પ્રતિભાને અનલોક કરીને અમને પ્ત્ની પદ્ઘતિથી રમવામાં મદદ પૂરી પાડશે. ચાહકો અમારી પાસેથી આ જ અપેક્ષા રાખે છે અને પ્ત્ના મુખ્યમંત્રને આગળ વધારશે.'

ખેલાડીઓને લીગની માર્ગદર્શિકા મુજબ કરારબદ્ઘ કરવામાં આવ્યા છે અને નજીકના ભવિષ્યમાં યુએઈના સ્થાનિક ખેલાડીઓને ટીમમાં ઉમેરવામાં આવશે.

આ અઠવાડિયાની શરૃઆતમાં, પ્ત્એ MI એમિરેટ્સ' અથવા લોકપ્રિય રીતે કહીએ તો 'માય એમિરેટ્સ'ના નામ અને ઓળખની જાહેરાત કરી હતી, આ ટીમ સમગ્ર એમિરેટ્સના તમામ ભૌગોલિક વિસ્તારોમાં પથરાયેલા ચાહકોને સમર્પિત છે.

Sr. No.   Player Name              Nationality

1            Kieron Pollard            West Indies

2            Dwayne Bravo            West Indies

3            Nicholas Pooran         West Indies

4            Trent Boult                 New Zealand

5            Andre Fletcher            West Indies

6            Imran Tahir                South Africa

7            Samit Patel                  England

8            Will Smeed                 England

9            Jordan Thompson       England

10          Najibullah Zadran       Afghanistan

11          Zahir Khan                 Afghanistan

12          Fazalhaq Farooqui      Afghanistan

13          Bradley Wheal            Scotland

14          Bas De Leede              Netherlands

(1:20 pm IST)