Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ખંભાળિયા : ઓફિસનું તાળું તોડી, લેપટોપ સહિતના મુદ્દામાલની ચોરી

જામ ખંભાળિયા, તા. ૧૩ :  યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર વ્રજ કોમ્પલેક્ષમાં ક્રિષ્ના એન્ટપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવતા રવિભાઈ રામભાઈ નંદાણીયા નામના યુવાનની ઓફિસના શટરનું તાળું તોડી, ગત તારીખ ૩૦ મીના રોજ રાત્રિના સમયે કોઇ તસ્કરો આ ઓફિસમાં રાખવામાં આવેલું રૃપિયા ૫,૦૦૦ ની કિંમતનું લેપટોપ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૃપિયા ૯,૭૦૦નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ અહીના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ચાર સ્થળે જુગાર દરોડામાં ત્રણ મહિલાઓ સહિત ૨૫ ઝડપાયા

લાલુકા ગામે  સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જુગાર રમી રહેલા નરેન્દ્ર દેવા ભટ્ટી, હિતેશ ભીખા ચુડાસમા, મહેન્દ્ર ગોવિંદ જાદવ, દિલીપસિંહ માનસંગ જાડેજા, દેવા ગોવીંદ સાટકા, સુનિલ ગોવિંદ જાદવ, અમરસી ભીખા ભટ્ટી અને જીવા ફોગા પીંડારીયા નામના આઠ શખ્સોને ઝડપી લઈ, રૃપિયા ૧૪,૭૪૦ રોકડા, ૬ નંગ મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ મળી, કુલ રૃપિયા ૬૨,૭૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 આ દરોડા દરમિયાન ગુંદલા ગામનો કારા ગોવિંદ ભરવાડ નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો.

અન્ય એક દરોડામાં ખંભાળિયા પોલીસે વડત્રા ગામેથી જુગાર રમતા દાનુભા પ્રાગજી જાડેજા, મેરુજી હનુભા જાડેજા, મહોબતસિંહ વજેસંગ જાડેજા, જુવાનસિંહ રવુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ વજેસંગ જાડેજા અને જયદીપસિંહ દાનુભા ચાવડા નામના છ શખ્સોને રૃપિયા ૪,૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી રણમલ માંડણ મૂન, નારણ રણમલ મૂન, ભૂરુભા રવુભા વાઢેર, મૂનેશ રામા બાબરીયા, ઘેલુ ભાયા લુણા ગઢવી અને જેસા ભીમશી કરંગીયા નામના છ શખ્સોને રૃ. ૧૫,૪૩૦ ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. ભાણવડ પોલીસે ચમાર વાસ વિસ્તારમાં દરોડો પાડી, કાનજી પાલા સોલંકી, મૂળજી અમૃત સોલંકી, અનિતાબેન લખમણભાઈ સોલંકી, અસ્મિતાબેન દિનેશભાઈ પરમાર અને ભારતીબેન રાજેશભાઈ સાગઠીયાને રૃપિયા ૬,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(1:12 pm IST)