Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોટી પાનેલીમાં સરસ્‍વતી ધામ શાળાના બાળકો ૫૫૧ ફૂટ લાંબો તિરંગો લઈને નીકળશે

ધર્માનુજાચાર્યો,નિવળત સૈનિકો, સાંસદ, ધારાસભ્‍ય, જી.પં.પ્રમુખ, તા.પં.પ્રમુખ સાથે અનેક અગ્રણીઓ જોડાશે

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી તા. ૧૩ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આઝાદીકા અમળત મહોત્‍સવ નિમિતે શ્રી સરસ્‍વતી ધામ શાળાના બાળકો પાંચસો એકાવન ફૂટ લાંબો તિરંગો લઈને ભવ્‍ય તિરંગા યાત્રા સ્‍વરૂપે ગામની મુખ્‍ય બજારો માં નીકળશે.આગળ ભારત માતાની કળતિ તેમજ વિશાળ ભારત દર્શન સાથે પથ પ્રદર્શન અને પ્રચંડ નારા ઘોસ સાથે નાના બાળકો પોતાના માથે પાંચસો એકાવન ફૂટ લાંબો તિરંગો લઈને હરએક ના દિલમાં રાર્ષ્‍ટ્ર ભાવના જાગળત કરવાનાં પ્રયત્‍ન કરશે બેન્‍ડબાજા અને ડીજે સાથે દેશભક્‍તિ સંગીતના સુરીલા તાલે તિરંગા યાત્રા સંપૂર્ણ આર્મફોર્શની ચાલ સાથે નીકળશે ત્‍યારે ગામલોકો યાત્રાને ફૂલડે વધાવી ભારત માતાને કુમકુમ ચોખા થી સન્‍માનિત કરશે ઉપલેટા મોટી હવેલીના વૈષ્‍ણવાચાર્ય બાવાશ્રી મિલનકુમાર મહોદય, ઉઘડાવદર ચૈતન્‍ય હનુમાનજી મંદિરના સ્‍વામી શાષાીજી શ્રી હરિ વલ્લભદાસજી, બવીસીકોટડા માં બાવીશી આઈ મંદિરના મહંત શ્રી બટુકમહારાજ ભારત માતાનું પૂજન અને દીપ પ્રાગટય કરી તિરંગા યાત્રાને પ્રસ્‍થાન કરાવશે યાત્રામાં સાંસદશ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્‍યશ્રી લલિતભાઈ વસોયા, જી.પં.પ્રમુખ ભુપતભાઈ બોદર, તા.પં.પ્રમુખ વિનુભાઈ, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ, પૂર્વ સાંસદ હરિભાઈ, પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ, પ્રદેશ ભાજપ મહામંત્રી દિનેશભાઇ, દૂધ ઉત્‍પાદક સંઘ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ, રાજકોટ ગેલેક્‍સી ગ્રુપના રાજેશભાઈ ભાલોડીયા, મહેન્‍દ્રભાઈ પાડલીયા, તા.પં.ઉપ પ્રમુખ ભામાભાઈ ચાવડા, ગુજરાત ભાજપ કિશાન સેલના  મહેન્‍દ્રભાઈ, જિલ્લા ભાજપ માલધારી શેલ ના શ્રી વિજયભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ લાડાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કનેરીયા, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સીટીના અજયસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન જેન્‍તીભાઇ જિલ્લા પંચાયત સદસ્‍ય જતીનભાઈ, સરપંચ ચંદુભાઈ જાદવ, પૂર્વ તા.પં.પ્રમુખ રમેશભાઈ, લાખાભાઇ, નિવળત સુબેદાર રામજીભાઈ બગડા, તા.પં.સભ્‍યો નિલેશભાઈ, પિયુષભાઇ, મનોજભાઈ, પૂર્વ સરપંચ  અશોકભાઈ, મનુભાઈ ભાલોડીયા, બધાભાઇ ભારાઈ, ઉદ્યોગપતિ નાથાભાઈ કાલરીયા, રમેશભાઈ, પુનિતભાઈ, જિલ્લા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારો, વિરલભાઈ સાથે ગામના તમામ જ્ઞાતિ આગેવાનો સામાજિક આગેવાનો જોડાઈને રાષ્‍ટ્ર ભાવના ઉજાગર કરશે.

(11:50 am IST)