Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કોડીનારના દેવળી (દેદાજી) ગામે રક્ષાબંધને યુવાનોની દોડ યોજાય છે

૨૦૦ વર્ષ પૂર્વેની અળિયું -કળિયુંની પરંપરા યથાવત

કોડીનાર, તા.૧૨: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી(દેદાની) ગામે પરંપરાગત રીતે યોજાતી ખેડૂત યુવાનોની દોડ યોજાઈ હતી.આ દોડમાં ૧૪ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો કડોદરા ગામથી દેવળી ગામ સુધી ૪ કિલોમીટરની આ દોડ યુવાનોઍ ૯.૫ મિનિટમાં પુરી કરી હતી. આજથી ૨૦૦ વર્ષ પહેલાથી રક્ષા બંધન પર્વ પ્રસંગે યુવાનોની આ દોડ યોજાય છે.જેને ગામઠી ભાષામાં ‘અળિયું-કળિયુ'ઁ તરીકે ઓળખવામાં આવે છે.આ સમય દરમ્‍યાન ખેડૂતો ખેતી કામમાંથી થોડી નિરાંત અનુભવતા હોય છે.સારો વરસાદ થયા બાદ ખેતરમાં પાક લહેરાતો હોય તે જોઈ ખેડૂત આનંદિત થઈ ઉઠે છે.તેની મહેનત રંગ લાવતી હોય તેવી અનુભૂતિ થાય છે.ખેતી કામ માંથી ખેડૂતને હળવાશ મળતા અને પાક પાણી નું ચિત્ર સારૂ દેખાતા ગ્રામીણ પ્રજા કોઈને કોઈ ઉત્‍સવ ઉજવીને પોતાની ખુશી વ્‍યક્‍ત કરે છે. આ દોડમાં દેવળી ગામના ખેડૂત યુવાનો ભાગ લે છે. એક થી ત્રણ નંબર આપવામાં આવે છે. પ્રથમ ક્રમે વિજેતાને પ્રતીકાત્‍મક રૂપે લાકડાનું હળ આપવામાં આવે છે.હળ ઍ બલરામજીનું શષા છે.અને ખેતીનું પ્રતીક છે.આ ઉપરાંત વિજેતાઓને મેડલ,શિલ્‍ડ અને રોકડ રકમ વડે સન્‍માનવામાં આવે છે. આ દોડમાં કુલ ૧૫ જેટલા ખેડૂત પુત્રોએ ભાગ લીધો હતો. સેંકડો લોકો રસ્‍તાની બંને બાજુ ઍકઠા થયા હતા. લોકોની ટાળીઓનો અવાજ અને ચિચિયારીએ વિજેતા સ્‍પર્ધકોને વધાવ્‍યા હતા. પ્રથમ ક્રમે જશપાલ મોરી,દ્વિતીય ક્રમે ભૌતિક મોરી અને તળતીય ક્રમે અર્પિત બારડ વિજેતા થયા હતા.ત્રણેય વિજેતાઓને અનુક્રમે રોકડ રકમ રૂપિયા ૬૬૦૦/-,૪૬૦૦/- અને ૨૬૦૦/- તથા શિલ્‍ડ,ટીશર્ટ,મેડલ ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્‍યા હતા.તો પ્રથમ ક્રમાંકિત યુવાનને લાકડાનું હળ પ્રતીકાત્‍મક રૂપે આપવામાં આવ્‍યું હતું.

(11:47 am IST)