Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને કેસરનો અભિષેક

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે રક્ષાબંધનના રોજ દાદાને અનોખા શણગાર દર્શન તેમજ સાંજે ૪ થી ૭ દરમ્‍યાન રાજાપોચાર પૂજન, દિવ્‍ય કેસર દ્વારા અભિષેક, મહા સમૂહ સંધ્‍યા આરતી પ, પૂજ્‍ય શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી, પ. પુ. કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તેમજ પૂજારી સ્‍વામી  ડી.કે. સ્‍વામી તથા સંતોએ લાભ લીધેલ હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે સુર સંગીત અને હનુમાન ચાલીસાના ગાન સાથે દાદાને કેસરનો ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે કરવામાં આવેલ હતો તેમજ શ્રી નીલકંઠ ભગત દ્વારા સકીર્તન થયેલ. ત્‍યારબાદ દાદાનું મહાસમૂહ આરતી કરવામાં આવેલ હતી આરતી બાદ કીર્તનમાં ભાવિકો ભાવ વિભોર બન્‍યા હતા. કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું.  હજારો ભાવિકોએ આ ઉત્‍સવના દર્શનનો લાભ લીધેલ હતો. આ પ્રંસગે પ. પુ. શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીએ કહેલ કે આજે જે કેસરનો દાદાને અભિષેક થયો છે. જે કેસર સમગ્ર ભારતમાંથી, દેશ, વિદેશથી દાદાના ભક્‍તોએ મોકલેલ હતું. દાદા કેસરી નંદન હતા એટલે આજે સૌ પ્રથમવાર કેસરનો અભિષેક થયેલ અને આજે રક્ષાબંધનનો પર્વ હોય ૬૦, ૦૦૦ સાઈઠ હજાર ભાવિકોએ દાદાને રાખડી મોકલેલ હતી. કેવા કેવા ભાવથી બહેનોએ રાખડી મોકલેલ અને અહીંયાથી દોઢ લાખ ભાવિકોને દાદાને ધરાવેલ રાખડી મોકલેલ. સૌનું દાદા કલ્‍યાણ કરે એવી દાદાને હું પ્રાર્થના કરૂં છું આજે દાદાને શનિવારના ડ્રાઇફ્રુટના વાઘા અને ડ્રાંઇફ્રૂટનો અન્નકોટ ધરાવવામા આવેલ છે જે પૂજારી સ્‍વામી ડી. કે. સ્‍વામીએ જણાવેલ છે.

(11:47 am IST)