Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દામનગરમાં ગંદકીના ગંજ : હરાજીના વાંકે પડી રહેલ શાકમાર્કેટ ઉપદ્રવી

(વિમલ ઠાકર દ્વારા) દામનગર તા. ૧૩ : શહેરમાં જાહેર સ્‍થળોએ થયેલ ગંદકી, ઉકરડાઓનો નિકાલ કરાવા અમરેલી જિલ્લા કલેકટર, લાઠી પ્રાંત અધિકારીને વિગતે પત્ર પાઠવી રજુઆત કરાઇ.

 નરપાલિકાની હદમાં આવેલ હવેલીથી થોડે દૂર પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨ની દીવાલને અડીને આવેલ વેન્‍ડર માર્કેટ ( શાકભાજીના થડા કે જે ઘણા સમયથી બનાવેલ છે પરંતુ બંધ હાલતમાં છે.)ની ફૂટપાથ ઉપર ગંદકીના ગંજ ( ઉકરડા) છે. હાલમાં જે શાકભાજી વેચવા વાળા છે તેને અડીને એટલે કે ખુલ્લી જગ્‍યામાં પણ ઉકરડા ઓ છે તે સ્‍થાનિક સત્તાધીશોને ખબર છે છતાં ખુબ જ દબાણ આવે ત્‍યારે નિકાલ કરે છે. પરંતુ સમય જતાં ફરી પાછા ઉકરાડાઓ થઈ જાય છે.હાલ ચોમાસાનો સમય છે ત્‍યારે જ્‍યારે વરસાદ આવે છે ત્‍યારે આ સ્‍થળે પરથી પસાર થવું મુશ્‍કેલ બની જાય છે,રોગચાળો ફેલાઈ શકે. કાયમી ધોરણે આ બંને સ્‍થળો ચોખ્‍ખા રહે કોઈપણ વ્‍યક્‍તિ કચરો ન ફેકે અને ઉકરડાઓ ન કરે તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર,પ્રમુખ,એસ.આઈ. સહિત જવાબદાર વ્‍યક્‍તિઓને કડક સૂચના આપી યોગ્‍ય કાર્યવાહી કરાવવામાં આવે એવી શહેરી નાગરિકોએ  રજુઆત કરી હતી. તેમ અતુલ શુક્‍લ રિપોર્ટર દામનગર જીલ્લા સમાહર્તા અમરેલીને પત્ર પાઠવ્‍યો હતો.

(11:46 am IST)