Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કોડીનારના વિજ કર્મચારીએ બસમાંથી ઉતરી જઈ અકસ્‍માતગ્રસ્‍તોને હોસ્‍પિટલે પહોંચાડી સેવા કરી

કોડીનાર,તા.૧૨: સુત્રાપાડા રોડ  પર કણજોરતરના પાટિયા પાસે જયેશભાઈ ભેડા રહેવાસી ચૌહાણ ની ખાણ પોતાની વનિતા બહેન તેમજ તેમના બાળકો લઈ અને બાઈક ઉપર કોડીનાર તરફ આવતા હતા ત્‍યારે રસ્‍તામાં ભયંકર ખાડાને કારણે તેઓના બેન વનિતાબેન જેન્‍તીભાઈ વાળા રહેવાસી બાદલપરા ઉંમર વર્ષ ૩૦ને ખાડામાં પાણી ભરેલ હોવાને કારણે મોટર સાઇકલ પર થી પડી ગઈલ જેઓને માથામાં ગંભીર ઇજા તથા હાથ છોલાય ગયેલ તથા દાઢી તથા કપાળ માથી લોહી નીકળતું હતું અને ત્‍યાં ઘણા  લોકો ભેગા થયેલ ત્‍યારે પોરબંદર દીવ બસ પસાર થતા આ અકસ્‍માત કોડીનારના સેવાભાવી યુવાન દીપકભાઈ મગનભાઈ  ગોહિલે (ધોબી) કે જેઓ પૂનમ હોવાથી સોમનાથના દર્શન કરવા ગયેલા અને ત્‍યાંથી વળતા આવતા હતા રસ્‍તામાં આ અકસ્‍માત જોતાની સાથે જ દીપક ગોહિલે કંડકટરને કહી બસ રોકાવી અને અકસ્‍માતની જગ્‍યાએ તેઓ ઉતરી ગયા અને બસને જવા કહી દીધેલ અને તાત્‍કાલિક ૧૦૮ને ફોન કરી અને પોતાના ખિસ્‍સામાંથી રૂમાલ  કાઢી અને બહેનને માથામાં લગાવી તથા તેમના ભાઈ જયેશભાઈને હિંમત આપી અને તેઓ તેઓની સાથે રોકાયા અને તે બહેનના બાળકોને તેઓના સગા સાથે ચોહાન ની ખાણ મોકલી આપેલ તેમજ દીપકભાઈ એ તે બહેનના ભાઈ જયેશભાઈ સાથે રહી અને ૧૦૮ માં તેઓની સાથે જઈ અને તે વનિતા બહેનને રાના. વાલા. હોસ્‍પિટલ કોડીનારમાં પહોંચાડેલ  તથા તેઓને દાખલ કર્યા ત્‍યાં તેના માતા તથા ભાઈ આવી ગયા ગ્‍યાતા તેમણે દીપક ગોહિલનો આભાર માન્‍યો  આમ દીપક ગોહિલ કે જેઓ પીજીવીસીએલ કોડીનાર ૨ના કર્મચારી છે. આમ દીપક ગોહિલે સેવાનું એક ઉમદા ઉદાહરણ પૂરૂં પાડેલ

 અગાઉ પણ તેઓ એ તા.૩૧-૧૨-૨૦૨૧ના મૂળ દ્વારકા સુત્રાપાડા રોડ પાસે એક વળદ્ધ  વિઠ્ઠલભાઈ પઢિયાર ગામ રાખેજ લોહી લુહાણ હાલતમાં પડેલ ત્‍યારે તેઓ બસમાં વેરાવળ થી સુત્રાપાડા કોડીનાર આવી રહ્યા હતા ત્‍યારે તેમણે આ વિઠ્ઠલભાઈની લોહી લુહાણ બેભાન હાલતમાં જોતા તેઓ બસ રોકાવી ઉતરી અને તેઓને પ્રાઇવેટ ગાડીમાં લઈ અને રાના. વાળા હોસ્‍પિટલ પહોંચાડે આમ જ્‍યારે જ્‍યારે દીપકભાઈ ને સેવા કરવાનો લાભ મળે ત્‍યારે તેઓના બધા કામ મૂકી અને પહેલા દર્દીને હોસ્‍પિટલ પહોંચાડવાનું કામ પહેલું કરે છે આમ તેઓ અચૂક માનવ સેવા કર્યા વગર રહેતા નથી.

(11:46 am IST)