Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઉનાના સૈયદ રાજપરા કાંઠે મોજાની થપાટોથી દરિયાઇ પ્રોટેકશન દિવાલ તુટી : નજીકમાં ૨ ખાલી મકાનો ધરાશાયી

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૩ : તાલુકાના સૈયદ રાજપરાગામની દરીયાઇ પ્રોટેકશન દિવાલ દરીયાનાં વિકરાળ મોજાની થાપટથી તુટી ગયેલ અને નજીકમાં બે ખાલી મકાનો તુટી જતા મોટી નુકશાની થઇ છે.

સૈયદ રાજપરા ગામે દરિયાકિનારે સરકારે દરીયાનું પાણી ગામમાં ઘુસી ન જાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રોટેકશન દિવાલ બનાવી હતી. પરંતુ દરીયાના મોજાઓની થાપટ તથા છેલ્લા ઘણા દિવસોથી દરીયામાં કરંટ હોય પાંચથી છ ફુટ દરીયાના તમોજા ઉચાં ઉછળતા ગામના મફતીયાપરાની કોઠાની વિસ્‍તાર દિવાલ તુટી જતા પાણી દરીયાનાં અંદર પ્રવેશતા લાખુબેન બાબુભાઇ ચૌહાણ, પાંચાભાઇ વશરામભાઇ ભીલનું મકાન ધરાશાયી થતા તુટી ગયુ હતું પરંતુ લોકો ભયના માર્યા મકાન ખાલી કરી જતા રહેલ હોય જાનહાની થઇ નથી મિલ્‍કતને નુકશાની ગયેલ છે.

અગાઉ જુલાઇ-૨૦૨૨માં ત્રણ મકાન પડી ગયા હતા. હજુ પણ પાંચ મકાનો પડવાનો ભય છે. આ દિવાલનું રીપેરીંગ કરાતુ નથી ભવિષ્‍યમાં આ વિસ્‍તાર બેટમાં ફેરવાય જાય તો નવાઇ નહીં.

સૈયદ રાજપરા એક આગેવાનો જણાવેલ કે ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ ૨૦૧૬માં આ વિસ્‍તારમાં રહેતા ૫૦ પરિવાર માટે ૫૦ પ્‍લોટ મંજૂર કર્યાની જાહેરાત કરેલ પરંતુ ૬ વરસ થયા છતાં ફાળવેલ નથી. વધુ નુકશાની કે જાનહાની થાય તે પહેલા આ વિસ્‍તારની પ્રોટેકશન દિવાલ મજબુત ઉંચી બનાવાય તેવી માંગણી ઉઠી છે. વહીવટી તંત્રને વારંવાર લેખીત રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી.

(11:08 am IST)