Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારીની ગાડીને નડ્‍યો અકસ્‍માત

વડિયાઃ કુંકાવાવ તાલુકાના છેવાડાના ગામ એવા દેવળકી મા ચાલતી કામગીરી બાબતે મુલાકાતે ગયેલા કુંકાવાવ તાલુકા પંચાયતના  કર્મીઓને કામ પતાવી પરત ફરતા સમયે સામેથી પૂર પાટ જડપે આવતી બલેનો કાર સાથે અથડાતા બંને ગાડીઓમા નુકશાન થયુ છે. જોકે બંને કાર મા નુકશાન હોવા છતાં તેમાં સવાર તાલુકા પંચાયતના કર્મીઓમા ડ્રાંઇવરને સામાન્‍ય મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર માટે વાડિયા સિવિલ હોસ્‍પિટલ મા ખાસેડવામાં આવ્‍યા હતા. જોકે અકસ્‍માત જોતા સદ નશીબે બચાવ થયો હોય તેવુ જોવા મળી રહ્યું છે.

(10:49 am IST)