Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

જામ ખંભાળિયાનો બીજા નંબરનો મોટો સિંહણ ડેમ છલકાયો : ઉપરવાસમાં ભારે પૂરની જબરી આવક

ડેમ છલકાઈ જતાં લોકો નીહાળવા ઉમટ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં 13 ઇંચથી વધારે વરસાદ  નોંધાયો છે. જેને પગલે જામખંભાળિયા નાના મોટા ડેમોછલકાયા છે. ખંભાળિયા તાલુકાનો સૌથી મોટો ઘી ડેમના છલકાયાં બાદ બીજા નંબરનો મોટો સિંહણ ડેમજે  રાજાશાહીના સમયનો મજબૂત કાઢિયાવાળો ઓવરફલો થાય ત્યારે જોવાલાયક ડેમ છલકાઈ જતાં લોકો નીહાળવા ઉમટ્યા હતા.

આરાધના ધામ પાસેના આ ડેમ 10-12 ઈંચ વરસાદ પડયો ત્યારે સિંહણ ડેમ પાંચ ફૂટ ઓવરફલોમાં બાકી હતો, પરંતુ ઉપરવાસ ભારે પૂરથી આવક થતા ડેમ પૂરો છલકાઈ ગયો છે. દેવભૂમિ જિલ્લાના ઘી, સિંહણ, વર્તુ-1, વર્તુ-2, વેરાડી-1, વેરાડી-2, કબરકા, સાની, મીણસાર, સોનમતી, સીંધણી, શેઢા ભાડથર, કંડોરણા સહિત બાર ડેમ સંપૂર્ણ ઓવરફલો થયા છે. જો કે હજી ગઢકી અને મહાદેવિયાના બે ડેમો હજુ સંપૂર્ણ ભરાયા નથી

 

(10:20 pm IST)