Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગોંડલમાં અન્ડર બ્રિજના પાણીમાં બસ ફસાવવા પ્રકરનણમાં બસ ડ્રાઈવર સસ્પેન્ડ

ગતરાત્રી નાં ભારે વરસાદ બાદ સવારે ઉમવાડા ફાટક પર ઓવરબ્રીજ માં પાણી ભરાયાં હોય ગોંડલ ડેપો ની ગોંડલ પાવાગઢ રુટ ની એસટી બસ ને ગફલત સાથે પાણી માં ચલાવતાં બસ ફસાઇ હતી.અને પેસેન્જર નાં જીવ તાળવે ચોંટ્યા હતાં.દરમ્યાન દોડી આવેલાં લોકો એ પેસેન્જરો ને સહી સલામત બહાર કાઢ્યા ની ઘટનાં માં એસટી તંત્ર દવારા બસ ડ્રાઇવર પ્રવિણભાઇ કોચરા ની બદલી સુરેન્દ્રનગર કરી સસ્પેન્ડ કરાયાં છે.

(6:50 pm IST)