Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

મેઘરાજાનો 'નંદોત્સવ' : સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી ૬ ઇંચ

ભાણવડ-૬, પડધરી-બોટાદ-કોટડાસાંગાણીમાં પોણા ચાર, કલ્યાણપુર-ગોંડલ-ગઢડા-ધોરાજીમાં ૩, જેતપુર-જામજોધપુર-મોટી પાનેલી-ભેંસાણ-રાણાવાવ-ભાવનગર-વલ્લભીપુરમાં ર ઇંચ, રાજકોટ-માંડવી-ઘોઘા-વડીયા સહિતના વિસ્તારોમાં ઝાપટાથી ૧ ઇંચ વરસાદ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગોંડલમાં તથા ત્રીજી તસ્વીરમાં પાનેલીમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ, અતુલ ચગ-મોટી પાનેલી)

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો અને રાત્રીના વરસાદનું જોર વધ્યું હતું જેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી ૬ ઇંચ વરસાદ પડયો છે.

ગઇકાલે રાત્રીના ૧ર વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ સાથે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સૌથી વધુ વરસાદ છેલ્લા ર૪ કલાકમાં પડયો હતો જેમાં ભાણવડમાં ૧૪૨ મી.મી. એટલે કે, પાંચ ઇંચ, કલ્યાણપુરમાં ૩ ઇંચ, ખંભાળીયામાં ૧ ઇંચ અને દ્વારકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. જેના કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

રાજકોટ જીલ્લો

રાજકોટ જીલ્લામાં પણ મેઘરાજામહેરબાન થયા છે અને ગઇકાલે સાંજથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં મેઘમહેર થઇ છે.

રાજકોટ જીલ્લાના પડધરી-લોધીકા અને કોટડાસાંગાણીમાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

જયારે ગોંડલ અને ધોરાજીમાં ૩ ઇંચ, જેતપુર-જસદણમાં ર ઇંચ, જામકંડોરણામાં પોણા બે ઇંચ રાજકોટમાં ૧ ઇંચ, ઉપલેટામાં પોણો ઇંચ, વિંછીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

પોરબંદર

પોરબંદર જીલ્લામાં પણ ઝાપટાથી ર ઇંચ વરસાદ પડયો છે જેમાં રાણાવાવમાં ર ઇંચ, પોરબંદરમાં દોઢ અને કુતિયાણામાં ઝાપટા પડયા છે.

મોરબી

મોરબી જીલ્લામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે જેમાં મોરબી, હળવદ અને માળીયામીંયાણામાં સામાન્ય વરસાદ પડયો છે.

જુનાગઢ

જુનાગઢ : જીલ્લામાં પણ ઝાપટાથી ઇંચ વરસાદ પડયો છે જેમાં ભેંસાણમાં ર ઇંચ, માણાવદર-વંથલી વિસાવદરમાં અડધો ઇંચ તથા મેંદરડા, માળીયાહાટીના, જુનાગઢ, વંથલીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જામનગર

જામનગર : જામનગર જીલ્લામાં ઝાપટાથી ર ઇંચ વરસાદ પડયો છે. જેમાં જામજોધપુરમાં ર ઇંચ, જોડીયા અને લાલપુરમાં દોઢ ઇંચ, કાલાવડમાં ૧ ઇંચ, ધ્રોલમાં અડધો ઇંચ, જામનગરમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

જામજોધપુરના વાંસજાળીયા અને જામવાડી અને ધ્રાફામા અઢી ઇંચ, મોટા ખડબા, ધુનડા, ખરેડીમાં પોણા ર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત દરેડ બાલંભા, નિકાવા, શેઠવડાળા, પરડવા, ભણગોરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે પીઠડ, ભ.ભેરાજા, નવાગામ સમાણા, જાળીયા દેવાણીયા, એક ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ધુતારપુર, અલીયાબાડા, હડીયાણા, લતીપુર, લૈયારા, મોડપર, ડબાસંગમાંં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં ઝાપટાથી દોઢ  ઇંચ વરસાદ પડયો છે. જેમાં વઢવાણમાં દોઢ ઇંચ, લખતરમાં પોણો ઇંચ તથા લીંબડી, મૂળી અને સાયલામાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

કચ્છ

કચ્છમાં પણ ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે જેમાં માંડવીમાં દોઢ ઇંચ, મુંદ્રામાં ૧ ઇંચ, અંજાર અડધો ઇંચ, ભચાઉ-ભુજ અને રાપરમાં ઝાપટા પડયા છે.

ભાવનગર

ભાવનગર જીલ્લામાં પણ ઝાપટાથી ર ઇંચ વરસાદ પડયો છે જેમાં ભાવનગર અને વલ્લભીપુરમાં ર ઇંચ, ઉમરાળામાં અને શિહોરમાં દોઢ ઇંચ, ઘોઘા, તળાજા, પાલીતાણા, મહુવા, જેશરમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ પડયો છે.

બોટાદ

બોટાદ જીલ્લામા પણ મેઘમહેર થઇ છે. જેમાં બોટાદમાં પોણા ચાર ઇંચ, બરવાળા અને ગઢડામાં ૩ ઇંચ તથા રાણપુરમા પોણો ઇંચ વરસાદ પડયો છે.

અમરેલી

અમરેલી જીલ્લામાં પણ મેઘમહેર યથાવત છે જેમાં બાબરામા ર ઇંચ, વડિયામા પોણા ર ઇંચ વરસાદ પડયો છે. જયારે અમરેલી, લાઠી, લીલીયા, જાફરાબાદ, બગસરા, રાજુલામા હળવા-ભારે ઝાપટા પડયા છે.

આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાતમ-આઠમના તહેવારોમાં વરસાદ હેત વરસાવી રહ્યો છે.

મોટી પાનેલી

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પણ ગઇકાલથી આજે સવાર સુધીમાં બે ઇંચ વરસાદ પડયો હતો.

(12:45 pm IST)