Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગોંડલમાં અંડરબ્રિજમાં ST બસ ફસાઈ, બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા

ગોંડલ : ભારે વરસાદને કારણે ગુજરાતમાં કેટલાક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટમાં સિઝનનો સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે અને છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોંડલ અંડરબ્રિજમાં બસ ફસાઈ ગઈ હતી.

ગોંડલમાં અંડરબ્રિજમાં બસ ફસાઈ જતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ સદનસીબે કોઈ હોનારત સર્જાઈ નહોતી અને મુસાફરોને બચાવી લેવાયા હતા. ગોંલ ઉમરવાળા અંડરબ્રિજ પાસે ST બસ ફસાઈ હતી. 

ફસાયેલી બસ ગોંડલ પાવાગઢ રૂટની ST બસ હતી. તંત્ર દ્વારા યુધ્ધને ધોરણે બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. JCB દ્વારા બસને બહાર કાઢવામાં આવી હતી. મુસાફરોને સહિસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 

(12:02 pm IST)