Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કોરોનાના સાજા થયેલ દર્દીઓને પ્લાઝમા ડોનેશન કરવા કલેકટર રવિશંકરનો અનુરોધ

ફોન નંબર:૦૨૮૮-૨૬૬૬૧૭૦, અથવા મો.નં.-૭૯૮૪૬ ૩૦૮૨૯ પર સંપર્ક કરવા અનુરોધ

 

જામનગર :જામનગરમાં  દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને તેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમિત દર્દીની સારવારમાં પ્લાઝમા થેરાપી ખૂબ કારગત નીવડી શકે છે. પ્લાઝમા થેરાપીમાં કોરોનામાંથી સાજા થયેલ વ્યક્તિના શરીરના પ્લાઝમામાં કોરોના સામે લડત આપવા માટેના એન્ટીબોડી ઉત્પન્ન  થયા હોય છે. એન્ટીબોડી દ્વારા ગંભીર દર્દીઓની સારવારમાં પ્લાઝમામાં રહેલા એન્ટીબોડી દર્દીના શરીરમાં પ્રવેશ કરાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને તેમને બચાવી શકાય છે. પ્લાઝમા  દ્વારા કોરોનામાંથી સાજા થયેલ દર્દી અન્ય દર્દીનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. ત્યારે જિલ્લા કલેકટર રવિશંકરે કોરોનાને માત આપી સાજા થયેલ વ્યક્તિઓ પોતાના પ્લાઝમાનું દાન કરીને અન્ય દર્દીઓને સાજા થવામાં મદદરૂપ થઈ શકે તે માટે પ્લાઝમા ડોનેશન કરવા અનુરોધ કર્યો છે. ડોનેશન કરવા ઈચ્છતા વ્યક્તિઓ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના બ્લડબેંકના ફોન નંબર:૦૨૮૮-૨૬૬૬૧૭૦, અથવા મો.નં.-૭૯૮૪૬ ૩૦૮૨૯ પર  સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(2:20 pm IST)