Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ટંકારના જાબાઝ પોલીસ જવાનનું એસ.પી.ના હસ્તે સન્માન

મોરબી : ટંકારમાં એકધારો ભારે વરસાદ પડતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.તે સમયે ટંકારા પોલીસના બહાદુર જવાને પોતાના જીવની પરવા કર્યા વગર પગ મચકોડાયો હોવા છતાં 5 થી 7 ફૂટ પાણીમાં ચાલીને પુર અસરગ્રસ્તોને બચાવ્યા હતા.જે બદલ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ ટંકારા પોલીસ મથકના આ બહાદુર જવાનનું સન્માન કરીને તેમની સાહસિકતા બિરદાવી હતી.જોકે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજાની સાહસિકતાને ઉપ રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ.રાજ્યના સી.એમ.રૂપાણી, ગૃહ મંત્રી.અન્ય મંત્રીઓ તેમજ સાંસદ સભ્યો તથા ધારાસભ્યો અને રાજ્ય તેમજ દેશના આઇ.પી.એસ.એસોસિએશન સહિતનાએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાધેલાના હસ્તે આજે ટંકારા પોલીસ મથકના જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું તેમની સાહસિકતા બદલ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ અંગે એસ.પી.એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે.ટંકારામાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે પુરમાં ટંકારાના કલ્યાણપુર ગામના કંગાસીયા પરિવારના 17 બાળકો સહિત 43 સભ્યો ફસાયા હતા.આ અપતિના સમયે પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના જીવની પરવા કર્યા વગર ખભે બાળકોને બેસાડીને 5 થી 7 ફૂટ ભરાયેલા પાણીમાં ચાલીને કપરી પરિસ્થિતિનો સામનો કરીને બચાવ્યા હતા.આ પોલીસ જવાનની સહસિકતાથી સમગ્ર ગુજરાત પોલીસની શાન વધી છે.હું તેમનું સન્માન કરતા ગર્વની લાગણી અનુભવું છે.જોકે આ પોલીસ જવાનની સાહસિકતા બદલ સી.એમ રૂપાણીએ તેમનો ટેલિફોન પર સંપર્ક કરીને અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રાજ્યના ગૃહમંત્રી તથા અન્ય મંત્રીઓ તેમજ સાંસદો, ધારાસભ્યો અને રાજ્યના ડીજીપી તથા રાજ્ય અને દેશના આઇ.પી.એસ એસોસિએશનએ ટંકારના બહાદુર પોલીસ જવાનને ફેસબુક કે ટિવટરના માધ્યમથી હાર્દિક અભિનંદન પાઠવીને તેમની સાહસિકતાને બિરદાવી હતી.એમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

(11:20 pm IST)