Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મેંદરડાના અમરાપુરની પે સેન્ટર સ્કૂલમાં તસ્કરે મચાવી તોડફોડ

જૂનાગઢ, તા. ૧૩ :. મેંદરડા તાલુકાના અમરાપુર (કાઠીના) ગામની પે સેન્ટર શાળામાં રાત્રીના સમયે તસ્કરો રૂમની બારીઓ તોડીને ખાબકયા હતા.

પરંતુ શાળામાંથી માલમત્તા હાથ નહિ લાગતા અજાણ્યા ઈસમે શાળાના એમ્પ્લીફાયર, માઈક અને બે બારી તોડીને રૂ. ૧૨ હજારનું નુકશાન પહોંચાડયુ હતું.  આ અંગે ગઈકાલે શાળાના આચાર્ય નિલેશભાઈ બાબરીયાએ ફરીયાદ કરતા એએસઆઈ કે.બી. પરમારે તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)