Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

જામનગરના સાંસદ પુનમબેન માડમ પુરગ્રસ્ત જોડિયા-આમરણ ચોવીસી પંથકની મુલાકાતે

 જામનગરઃ જામનગર સંસદીય વિસ્તાર હેઠળના જોડિયા તાલુકાના અનેમોરબી જિલ્લાના આમરણ ચોવીસી, દુધઇ, તારાણા, માધાપર, સામપર, મોરાણા, મેઘપર અને બાલંભા ગામમાં વરસાદ અને આજી-ર અને ડેમી-ડેમના ઓવરફલોના લીધે પુરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત લઇ સંસદ સભ્ય પુનમબેન માડમે નાગરીકોની પરેશાની વહેલી તકે નિવારણ લાવવા અને લોકોને યોગ્ય સહાય મળે તેના માટે ત્વરિત પગલા લેવાય તે માટેના અધિકારીઓને સુચનો કર્યા હતા. આ કુદરતી હોનારતમાં સૌને સાથે મળી આપનાથી બનતી સહાય અસરગ્રસ્ત વિસ્તારમાં પુરી પાડવા માટે સર્વે નાગરીકોને પુનમબેને વિનંતી કરી હતી.

(1:11 pm IST)