Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેન્દ્રીય મંત્રીએ રજૂઆત કરી

મોરબી,તા.૧૩:એક કરોડ રૂપિયાની ઉપરની કિંમતના ગ્રાહકના કેઇસ અમદાવાદમાં ચલાવો કારણ કે ગુજરાતના ગ્રાહકોને દિલ્લી દુર થાય છે.તેથી આ અંગે મોરબી જીલ્લા શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ ગ્રાહક સુરક્ષાના કેંદ્ર મંત્રી રામવિલાસ પાસવાનને રજુઆત કરે છે.

ગુજરાત આર્થિક રીતે સુખી છે તેમજ ધંધામાં પ્રગતીશીલ છે દેશના દરેક રાજયના વેપારી ઉદ્યોગપતિ,શ્રમજીવીઓ અહિં આવીને વસવાટ કરે છે.માત્ર મોરબીની જ વાત કરીએ તો અહિં એક હજારથી વધુ સીરામીની ફેકટરી છે તેમજ દ્યડીયાલ,નળીયા,પેપર મિલો તથા ઓઈલ મીલ અને દ્યણા ઉધોગો આવેલા છે.જો સમગ્ર ગુજરાતનો દ્યંદ્યા ગણવામાં આવે તો દ્યણા બદ્યા ધંધા થાય જયાં ધંધો વદ્યારે ત્યાં ગ્રાહકના પ્રશ્નો વદ્યારે જેથી ગ્રાહકવે તે અંગેની સુવિદ્યા પણ હોવી જોઈએ.સરકારે તાજેતરમાં ગ્રાહકોની તરફેણમાં દ્યણા બધા ફાયદાકારક લાભો આપેલ છે.પરંતુ અમદાવાદમાં એકવીસ લાખથી નવાણું લાખ સુધી ગ્રાહક કોર્ટમાં દાવો દાખલ થઈ શકે છે અને એક કરોડ ઉપર દિલ્હી દાખલ થાય છે હવે આવા નિયમને કારણે ગ્રાહક દિલ્લી જઇ શકે નહી વળી દાવો કરવો પણ મોંદ્યો પડે અને દિલ્લી દુર થાય છે.જેથી મંડળની માંગણી છે કે એક કરોડથી દશ કરોડ સુધીના કેસો સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અમદાવાદમાં ચાલવવા જેથી ગ્રાહકને પણ ફાયદો થાય. સાથે સાથે સરકાર જાહેરાતમાં ત્રણ મહિનામાં કેઈસ ફાઈનલ થઈ જશે તેમ કહે છે પરંતુ ફકત જીલ્લામાં ચાલતા કસોમાં બાર મહિના લાગે છે અને સ્ટેટમાં ચાર-પાંચ વરસ વીતી જાય છે તો આ બાબત યોગ્ય કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ ગ્રાહક સુરક્ષાના કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને રજુઆત કરે છે.

(11:47 am IST)