Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

તારી ગાયુ કેમ અમારા ખેતરમાં આવી? તેમ કહી ભરત ભરવાડ પર ચાર શખ્સોનો લાકડીથી હુમલો

થાનના ઉંડવી ગામે બનાવઃ ઓઘડ કોળી સહિતના તૂટી પડ્યાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૩: થાનના ઉંડવી ગામે રહેતાં ભરત ધુડાભાઇ સિંધવ (ઉ.૧૯) નામના ભરવાડ યુવાનને તે ગામની ગોૈશાળા પાસે હતો ત્યારે ગામના જ ઓઘડ બીજલભાઇ કોળી અને ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.ભરતના સગાના કહેવા મુજબ ભરત ગામના ગોૈચરમાં ગાયો ચરાવતો હતો ત્યારે ઓઘડના ખેતરમાં કોઇની ગાયો ઘુસી ગઇ હતી. આ બાબતે ઓઘડે ડખ્ખો કરી તારી ગાયો કેમ અમારા ખેતરમાં ઘુસી જાય છે? તેમ કહી ઝઘડો કર્યો હતો. ભરતને થાન સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન જાણ કરી હતી.

(11:46 am IST)