Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ગોહિલવાડનો કિનારો એલર્ટ પર

દરિયામાં પેટ્રોલીંગ માટે બેબોટ રિકવિઝીટ કરવા કાર્યવાહી

ભાવનગર, તા.૧૩:ભાવનગર જિલ્લાને વિશાલ દરિયા કિનારો મળ્યો છે. આ દરિયાઇ માર્ગે દેશ માં ભાંગફોડ પ્રવૃત્ત્િ। કરવાના ઇરાદે આતંકીઓ દ્યુસીન જાય તેમાટે મળેલા ઇનપુટના આધારે ભાવનગર,તળાજા,મહુવા ના દરિયા કિનારે આવેલ ગામડાઓમાં દેશ,રાજય અને જિલ્લાની પોલીસદ્વારા સદ્યન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યૂ છે.લોકોને સ્વંય જાગૃતબની પોલીસને તાત્કાલિક જાણકરવા સૂચના આપવામામાં આવીછે.

કાશ્મીરમાં ૩૭ કલમ નાબૂદકર્યાબાદ પાડોશી દુશ્મન દેશ અને કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયૂછે.જેના પગલે ગુપ્તચર એજન્સીને આતંકીઓ પોતાનો બદઈરાદો પારપાડવા સક્રિય બન્યાછે. રાષ્ટ્રીય તહેવાર ૧૫ ઓગસ્ટ નજીક આવી રહ્યો છે.આતંકીઓ ગુજરાતની જળસીમા માંથી પ્રવેશ કરેતેવા ભૂતકાળ ના અનુભવ અને ઈનપુટના આધારે ગુજરાત સહિત ભાવનગર જિલ્લાના દરિયા કિનારે સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ વધુ સદ્યન બનાવવામાં આવ્યુંછે.

સતાવાર સાધનોએ જણાવ્યું હતુંકે આમ તો ૩૭૯ કલમ નાબૂદ કર્યાની જાહેરાત બાદ તુરંત દરિયા કિનારે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યૂ હતું.પણબે દિવસથી પેટ્રોલીંગ વધુ તેજ બનાવવામાં આવ્યૂ છે.જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે કાર્યરત એસ.ઓ.જી ,અલંગ મરીન,તળાજા,દાઠા પોલીસ અને ગુપ્તચર એજન્સી દ્વારા ભાવનગર થી જિલ્લા ના મહુવાના ગામડાઓમાં સતત નઝર રાખવામાં આવી રહીછે.

દરિયામાં પેટ્રોલીંગ માટે અલંગ મરીન પોલીસ ્દરારા બે બોટ ભાડે રાખવામાટે કવાયત તેજ કરવામાં આવીછે.જોકે અલંગ ના વેપારી પાસે અને અહીંના માછીમારો પાસે દરિયામાં પોલીસ નેલઈજઇ શકાય તેમાટે મશીન વાળી હોડીઓ જોઈએ ત્યારે મળીશકેછે.

ભાવનગર જિલ્લા ના દરિયા કિનારે આવેલ ગામડાઓમાં પોલીસની વિવિધ એજન્સીઓ આતંકવાદીઓ ની દહેશત ના પગલે એલર્ટ બનીછે. દરિયામાં હાઇટાઇડ હોય હાલ જઇશકાય તેવી અહીં ઉપલબ્ધ સાધનો હોડીઓ ના કારણે શકય નથી.આથી કિનારાના ગામડાઓના લોકોને સૂચના આપવામાં આવિચ્છેકે કોઈપણ અજાણ્યા લોકો,વસ્તુઓ કે કોઈપણ શનકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરે.

૩૭૦ ની કલમ રદ થઈ તેના કટ્ટર પંથીઓમાં પણ દ્યેર પડદ્યા પડ્યા છે. દેશ વિરુદ્ઘ ઉશ્કેરવા માટે સોસીયલ મીડિયાનો ઉપયોગ થઈશકે છે.આથી સ્થાનિક લેવલે સોસીયલ મીડિયાનો દૂર ઉપયોગ ભાંગફોડ પ્રવૃત્ત્િ। માટે ન થાય તેમાટે પણ ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ ની વોચ છે.દેશ ને નુકશાન કર્તા પોસ્ટ કોઈને જોવા કે ધ્યાનપર આવેતો જાનમાલ ની સુરક્ષા કાજે પોલીસને જાણ કરીશકેછે.

(11:35 am IST)