Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ગોંડલમાં જી.એસ.ટી.વિભાગના દરોડા

જેલ ચોક વિસ્તારમાં કેટલાક વેપારીઓમાં હીસાબી આરોગ્યની ચકાસણીઃ મોટાપાયે કરચોરોનું કારસ્તાન ખૂલવાની તંત્રને આશા

રાજકોટ તા.૧૩ : ગોંડલના કેટલાક વેપારીઓ પર જી.એસ.ટી.વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બોગસ બિલિંગ કૌભાંડ અન્વયે તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ ગોંડલમાં બોગસ બિલિંગમાં કરોડોન કરચોરી ખુલી ચુકી છે ત્યારે આમાં વધુ કશુંક બહાર આવવાની સંભાવના છે.

થોડા મહિનાઓ પહેલા જ ગોંડલમાં બોગસ બિલિંગનું કૌભાંડ ખુલ્યુ હતુ઼. અને રૂ.પ૦૦ કરોડથી પણ વધુનો આંકડો બહાર આવ્યો હતો. કેટલાક ઉદ્યોગપતિઓની ધરપકડ પણ થઇ હતી. ટ્રક ભરીને હિસાબી સાહિત્ય કબજે કરાયું હતુ. એ મામલાની તપાસ ચાલુ છે. ત્યાર ફરી જી.એસ.ટીની ટીમ જેલ ચોક અને કૈલાશ કોમ્પ્લેક્ષ પાસે કેટલાક વેપારીઓ પર ત્રાટકી હતી. તેમનું હિસાબી સાહિત્ય ચકાસવાનું શરૂ કરાયુંહતું મોટા પાયે કરચોરી ખુલી શકે છે. કેટલા વેપારી પર દરોડા પાડવામાં આવ્યા છે. અને કેટલી કરચોરી બહાર આવવાની આશંકા છે તે વિશે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.જી.એસ.ટી.ના દરોડાને પગલે કરચોરોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. જી.એસ.ટી.આવ્યો ત્યારે એવુ લાગતું હતું કે કરચોરી બંધ થઇ જશે પરંતુ નવા કરમાળખામાં પણ જુના જોગીઓ બોગસ બિલિંગની મદદથી ચિક્કાર ટેકસચોરી કરી રહ્યા છે. તંત્ર માટે ચિંતાનો વિષય છે.

(11:35 am IST)