Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભાવનગરના મીઠીવીરડી અને ખદરપર ગામ લોકોના ટોળા આમને સામને :જિલ્લા પોલીસવડા સહીત મોટો પોલીસ કાફલો પહોંચ્યો :ભરેલો અગ્નિ

ભાવનગરના મીઠીવીરડી અને ખદરપર ગામના લોકોના ટોળા આમને સામને થયા છે ભારે તંગદિલી સર્જાયાના અહેવાલ મળે છે

જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લાના મિઠીવિરડી અને ખદરપર ગામના લોકો વચ્ચે છેલ્લા ૩૦ વષૅ થી ચાલતા જમીન વિવાદ મામલે બંને ગામના ટોળા આમને સામને આવી ગયા છે આ મામલાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત મોટો પોલીસ કાફલો મિઠીવિરડી ગામે દોડી ગયો છે બંને ગામોમાં ભારેલા અગ્નિની જેવી સ્થિતિ સર્જાઈ છે .

(11:41 pm IST)