Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોરબી ત્રિપલ મર્ડર કેસ:એક જ પરિવારના ત્રણેય સભ્યોના જનાજા એકસાથે નીકળતા મુસ્લિમ સમાજમાં ગમગીની

આગેવાનો અને પોલીસ અધિકરીઓની સમજાવટ બાદ મૃતદેહો સ્વીકારાયા ;ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

મોરબી :મોરબી ત્રિપલ મર્ડર કેસમાં અંતે પરિવારજનોએ મૃતકોની લાશ સ્વીકારી હતી આજે એક જ પરિવારના ત્રણ સભ્યોના એક સાથે જનાજા નીકળતા મુસ્લિમ સમાજ માં ગમગીની છવાઈ ગઈ હતી. સાથે સુરક્ષાને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

   આજે બપોરે મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની લાંબી સમજાવટ બાદ મૃતદેહો સ્વીકારવામાં આવ્યા હતા પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

  જનાજા દરમ્યાન એલસીબી, એસઓજી, એ ડિવીઝન, બી ડિવીઝન તેમજ તાલુકા પોલીસે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો હતો. કુલ ૫૦ થી વધુ પોલીસકર્મીઓને જનાજા વખતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

(10:30 pm IST)