Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કચ્છના આદિપુરમાં કાપડના વેપારી દિપક ખાટવાનીનું અપહરણ:ત્રણ બુકાનીધારીઓ ધસી આવીને કારમાં તોડફોડ કરીને અપહરણ કરાયું

કચ્છના આદિપુરમાં કાપડના વેપારી દિપક ખાટવાનીનું અપહરણ થયાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ આ વેપારી પોતાની માતા સાથે જઇ રહ્યાં હતાં તે દરમિયાન ત્રણ જેટલા બુકનીધારીઓ ધસી આવ્યા હતા અને વેપારીની કારમાં તોડફોડ કરી અપહરણ કરાયું હતુ.   વધુમાં મળતી વિગત મુજબ રૂપિયાની લેતી દેતી બાબતે વેપારીનું અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક તારણ છે. LCB અને આદિપુર પોલીસે અપહરણકારોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(7:40 pm IST)