Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રીક્ષામાં નહી આવવાનો ખાર રાખી જામનગરમાં મારમાર્યાની ફરિયાદ

જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં હેમતભાઈ લખુભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, પીપળી ગામે માલાભાઈના રહેણાક મકાન નજીક આ કામના ફરીયાદી હેમતભાઈના દિકરા સાહેદ મહેશભાઈ દરરોજ દરેડ ગામે મજુરી કામે જતા હોય અને આ કામના આરોપી કિશનભાઈ માલાભાઈ, નિતેશભાઈ માલાભાઈઓ રીક્ષા ચલાવતા હોય જેથી કિશનભાઈ માલાભાઈ, નિતેશભાઈ માલાભાઈ આ કામે સાહેદ મહેશભાઈ ને પોતાની રીક્ષામાં સુકામ નથી આવતો તેમ કહી ગાળો આપી ઝઘડો કરેલ હોય જે બનાવની વાત સાહેદ મહેશભાઈએ પોતાના પિતાજી ફરીયાદી હેમતભાઈને કરતા ફરીયાદી હેમતભાઈ તથા સાહેદો ભેગા મળી આ કામના આરોપી કિશનભાઈ માલાભાઈ, નિતેશભાઈ માલાભાઈના પિતાને ઘરે સમજાવવા જતા હોય જે આકામના આરોપી દૂર થી જોઈ જતા એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી આ કામના આરોપી કિશનભાઈ માલાભાઈએ લોખંડના સળીયા તથા આ કામના આરોપી વલ્લભભાઈ મકવાણા એ લાકડાના ધોકા જેવા હથીયાર ધારણ કરી આ કામના અન્ય આરોપીઓ ચમનભાઈ અમુભાઈ, અમીતભાઈ અમુભાઈ માલાભાઈ મકવાણા, માલાભાઈની પત્ની રે. પીપળીગામ, તા.લાલપુર જિ.જામનગરવાળાઓએ ફરીયાદી હેમતભાઈ તથા સાહેદો ઉપર પોતાનો સમાન ઈરાદો પાર પાડવા હુમલો કરી ફરીયાદી હેમતભાઈને તથા સાહેદોને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી સળીયા તથા લાકડાના ધોકા વડે તેમજ હાથેથી તથા લાતોથી મારમારી મેજીસ્ટ્રેટ સાહેબના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. જયદેવસિંહ હમીરજી ઝાલાએ ફરીયાદ નોંધાવી છે કે,નવી નિશાળ પાછળ, અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી ના રહેણાક મકાનમાં આ કામના અન્ય આરોપીઓ યુસુફ ઉર્ફે બાબો કાસમભાઈ ખફી, બસીરભાઈ અબ્બાસભાઈ બાબવાણી, ફારૂકભાઈ હુશેનભાઈ બ્લોચ, મુસ્તાકભાઈ મહમદહુશેન કાદરી, શબીરભાઈ ઉર્ફે શબો અબ્બાસભાઈ ખફી, દિનેશભાઈ દામજીભાઈ રાંદલપરા, કમલેશભાઈ મોહનદાસ નિમાવત રે. જામનગરવાળા ઘોડીપાસા વડે પૈસાની હારજીત કરી ઘોડીપાસા નામનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી ઘોડીપાસા તથા રોકડા રકમ રૂ.૮૮૦૦ તથા ઘોડીપાસાનું સાહીત્યના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રેકડી સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત

ધ્રોલના પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ દેવસિંહ ભાટી એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  પ્રીતેશસિંહ પ્રવિણસિંહ ભાટી, ઉ.વ.૩ર, રે. પંચવટી સોસાયટી ધ્રોલ, જિ.જામનગરવાળાનું મોટરસાયકલ રેકડી સાથે ભટકાઈ જતા ગંભીર ઈજા થતા મરણ ગયેલ છે.

ગાડી સ્લીપ થતા મહિલાનું મોત

અહીં લાલપુર રોડ પર રહેતા લલીતભાઈ સવજીભાઈ ભંડેરીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પીપરટોડા નજીક હંસાબેન લલીતભાઈ ભંડેરી, ઉ.વ.૩૭, રે. મયુર ટાઉનશીપ, કંસારા હોલની સામે, લાલપુર રોડ, જામનગરવાળા રેડીમેઈડ કપડાનો વેપાર કરતા હોય અને મોટરસાયકલ લઈ પીપરટોડા ગામે કપડા વેપાર માટે ગયેલ અને ત્યાંથી એકસેસ મોટરસાયકલ રજી.નં. જી.જે.૧૦–સી.એમ.રરપ૦ માં જામનગર જતા હોય ત્યારે મોટરસાયકલ સ્લીપ થતા પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(4:03 pm IST)