Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નરેન્દ્રભાઇ ર૩ મીએ જુનાગઢમાં દોઢ કલાક રોકાણ કરશેઃ લોકાર્પણ સમારંભ અને જાહેરસભા ગજવશે

રાજકોટ, તા., ૧૩: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ર૩ ના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહયા છે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જુનાગઢમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દોઢ કલાક રોકાશે. તા.ર૩ ને ગુરૂવારે સવારે ૮.૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટથી નિકળીને ૧૦.૧પ વાગ્યે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે. જયાથી  ૧૦.પ૦ વાગે વલસાડ હેલીપેડ  ખાતે ઉતરાણ કરશે. ૧૧ વાગ્યે વલસાડ ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહેશે. ૧ર.૩૦ વાગ્યે વલસાડ હેલીપેડ ખાતેથી હેલીકોપ્ટર મારફત જુનાગઢ જવા રવાના થશે.

 

જુનાગઢમાં બપોરે ર.૧૦ વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થશે. ર.૧પ વાગ્યે કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને જાહેર સભા સંબોધશે.  ૧પ.૩૦ વાગ્યે જુનાગઢ હેલીપેડ ખાતેથી ગાંધીનગર સચિવાલય હેલીપેડ ખાતે ઉતરાણ કરશે.

સાંજે પ.૧૦ વાગ્યે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૬.૪૦ થી ૭.૪૦ એક કલાક મિટીંગ યોજાશે. જયારે ૭.૪પ વાગ્યે ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૮.ર૦ વાગ્યે રાજભવન ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.  ૮.પ૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે અને દિલ્હી ખાતે રાત્રે ૧૦.ર૦ વાગ્યે તેઓનું આગમન થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના એક દિવસના ગુજરાત -સૌરાષ્ટ્રના પ્રવાસ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ તંત્ર પણ સતર્ક થઇ ગયું છે. (૪.૧૪)

(4:03 pm IST)