Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ધારીમાં અપશબ્દો બોલતા યુવકની હત્યા

 અમરેલી તા. ૧૩ :.. ધારીના વાઘાપરા નજીક શીવનગરના પાછળના ભાગે મુળ દાણેદ જિલ્લાના ઝાલોના વેલપુર, નિશાળ ફળીયુના માનસીંગભાઇ જળીયાભાઇ ચંદાણાનો પુત્ર સુરેશ માનસીંગભાઇ (ઉ.રપ) નામનો યુવાન તેના કુટુંબીભાઇ રાજૂ નાનજી ચંદાણા, કુંજન માનસીંગ ચંદાણા, દાદુ માનસીંગ ચંદાણા નામના શખ્સોને સુરેશ અવાર-નવાર દારૂ પી ગાળો દેતો હોય જે રીતે  ગઇકાલે પણ ગાળો દેતા તકરાર કરવા લાગતા રાજુએ બાજુમાં પડેલ પથ્થરનો એક ઘા સુરેશના માથામાં મારી ગંભીર ઇજા કરી રાજુ તથા કુજને ઢસડી હત્યા કરી કોઇને આ વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી તથા પુરાવાનો નાશ કર્યાની ફરીયાદ કરી છે.

(4:02 pm IST)