Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણના સરવડા

સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવતઃ ધુપ-છાંવ

રાજકોટ તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે શ્રાવણના સરવડા રૂપે કોઇ-કોઇ જગ્યાએ ઝરમર ઝાપટા વરસી રહ્યા છે.આખો દિવસ ધુપ-છાંવનો માહોલ અનુભવાઇ રહ્યો છે.

જુનાગઢ, મેંદરડામાં વરસાદી ઝાપટા

જૂનાગઢઃ સવારથી જૂનાગઢ-મેંદરડા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.રવિવારે શ્રાવણના પ્રથમ દિવસે સોરઠનાં મોટા ભાગનાં વિસ્તારોમાં સરવડા સ્વરૂપે હળવો વરસાદ થયો હતો.આજે પણ પવિત્ર શ્રાવણનાં પ્રથમ સોમવારે જૂનાગઢ સહિતનાં વિસ્તારોમાં હળવી મેઘકૃપા થઇ છે સવારથી હળવાથી ભારે વરસાદનાં ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક રહી છે.જૂનાગઢની માફક મેંદરડા વિસ્તારમાં સવારે ૧ મીમી વરસાદ નોંધાયો હતો અન્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ રહ્યો છે.સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી વાતાવરણમાં ભેજ ૯૦ ટકા અને પવનની ઝડપ ૧૦ કિ.મી. રહી છે. (૭.૧૭)

જસદણના ખારચીયા પાસે થયેલ અકસ્માતમાં માનવતા મહેંકી ઉઠી

જસદણ તા. ૧૩ :.. જસદણ તાલુકાના ખારચીયા ગામ ગોંડલ હાઇવે પર અકસ્માત બાદ માનવતા મહેંકી ઉઠી હતી.

જુનાગઢમાં રહેતા સુભાષભાઇ ઘીવારે અને તેમનો પરિવાર જૂનાગઢથી ભાવનગર તરફ જઇ રહ્યો હતો ત્યારે જસદણના ખારચીયા ગામ પાસે તેમની ઇવન કાર નંબર  જીજે-૧૧-બી. એચ.  ૦૬૭૦ અચાનક પલ્ટી ખાઇ જતાં સુભાષભાઇ અને તેમના પત્ની  દીક્ષાબેનને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઇજા થયેલ તે સમયે  જસદણથી પોતાના પરિવાર સાથે કારમાં ગોંડલ જઇ રહેલ સેવા તેની સુવાસ રહી છે.

સંજયભાઇ વિરોજાને આ અકસ્માત નજરે પડતા તેઓએ ઘડીભરનો વિલંબ કર્યા વગર જુનાગઢના આ દંપતિને જસદણ પ્રાથમીક  સારવાર અપાવી અને રાજકોટ રીફર કર્યા ત્યાં સુધી આ જસદણના વિરોજા દંપતિએ કયારેય ન મળ્યા હોય એવા જુનાગઢના ઘીવારે પરિવારની મદદ કરી માનવતા મહેકાવી હતી. હાલ જુનાગઢના બંને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. (પ-૧૬)

(11:54 am IST)